કોરોનાને કારણે આધાર અને પાનકાર્ડ લિંક કરવાની તારીખ લંબાવાઈ

  • April 01, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી, પરંતુ હવે તેને વધારીને 30 જૂન કરવામાં આવી છેજો તમે પણ એવા લોકોમાં છો કે જેમણે હજી સુધી પોતાનો આધારનંબર પાનકાર્ડ સાથે લિંક કર્યો નથી, તો તમારા માટે એક ખુશખબર છે. આધાર અને પાનકાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં આ તારીખ 31 માર્ચ 2021 હતી, પરંતુ હવે તેને વધારીને 30 જૂન કરવામાં આવી છે.

 


પાન અને આધાર લિંક ન કર્યું હોય તો 1000 રૂપિયા સુધીની પેનલ્ટી થઈ શકે છે. દંડ આવકવેરા કાયદા, 1961 માં ઉમેરવામાં આવેલી નવી કલમ 234 એચ અંતર્ગત આપવામાં આવ્યો છે. સરકારે 23 માર્ચે લોકસભા દ્વારા પસાર કરાયેલા ફાઇનાન્સ બિલ 2021 દ્વારા આ કર્યું છે. આવકવેરા કાયદામાં ઉમેરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, સરકાર પેન અને આધારને લિંક ન કરવા બદલ દંડની રકમ નક્કી કરશે. આ દંડ 1000 રૂપિયાથી વધુ નહીં હોય.

 


કલમ 139એએ હેઠળ, આવકવેરા રીટર્ન અને પાનકાર્ડ માટેની અરજીમાં આધારનો નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. બીજી તરફ જેમણે 1 જુલાઇ 2017 સુધી નંબર મળી ગયો હતો તેઓને પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો વ્યક્તિ આમ નહીં કરે, તો તેનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

 


અગાઉ પાન અને આધાર લિંક ન હોવા બદલ દંડ નહોતો પરંતુ નિષ્ક્રિય પેન માટે પહેલેથી જ દંડ છે. નિષ્ક્રિય પાન દ્વારા વ્યક્તિ આવા નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં, જ્યાં પાનકાર્ડનો ઉલ્લેખ કરવો જરૂરી છે જેમ કે બેંક ખાતું ખોલવું, આઈટીઆર ફાઇલિંગ વગેરે. આ સિવાય વધુ ટીડીએસ પણ ભરવાના રહેશે. ઉપરાંત નિયમો મુજબ, જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે, તો પછી એમ માનવામાં આવશે કે પાન કાયદા અનુસાર ફર્નિશ્ડ /કોટ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં તમને આવકવેરા કાયદાની કલમ 272 બી હેઠળ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

 


આ રીતે ચેક કરો તમારું પાન-આધારનું સ્ટેટસ
-  www.incometaxindiaefiling.gov.in. પર જાઓ.
- ડાબી બાજુ ક્વિક લિંક્સમાં, ’લિંક આધાર’ પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે. તેની ટોચ પર પાન-આધાર લિંકિંગની સ્થિતિ જાણવા ’ક્લિક હીયર’ પર ક્લિક કરો. આ એક હાઇપરલિંક છે.
- હાયપરલિંક પર ક્લિક કરવાનું તમને બીજા નવા પેજ પર લઈ જશે.
- અહીં તમે પાન અને આધાર નંબર દાખલ કરો અને ’ વ્યૂ લિંક આધાર સ્થિતિ’ પર ક્લિક કરો. -આ પછી લિંક કરવાની સ્થિતિ તમારી સામે દેખાશે.
- જો પાન-આધાર હજી સુધી લિંક નથી, તો તરત જ આ પ્રક્રિયાને અનુસરો.
- તમે એસએમએસ અને ઓનલાઇન દ્વારા પાન-અધાર લિંક કરાવી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS