ધુળેટીની મજા બમણી કરશે આ ડ્રાયફ્રૂટ ઠંડાઈ

  • March 09, 2020 04:44 PM 941 views

 

સામગ્રી
1.5 લીટર ફૂલક્રીમ દૂધ
1.5 કપ ખાંડ 
20-25 બદામ (પલાળી અને છાલ કાઢેલી) 
20-25 કાજુ પાણીમાં પલાળેલા
20-25 પિસ્તા પાણીમાં પલાળેલા 
3 ચમચી ખસખસ
કેસરના તાંતણા 
8-10 એલચી 
7-8 કાળા મરી
ગુલાબની પાંદડી સુકી જરૂર અનુસાર

 

રીત 
એક પેનમાં ધીમા તાપે દૂધ ઉકળવા મુકો. એક મિક્ષરમાં બદામ, કાજુ, પિસ્તા ખસખસને એક સાથે પીસી લો. દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં કેસર અને ખાંડ ઉમેરો. દૂધને સતત હલાવતા રહો અને તેમાં 10 મિનિટ પછી એલચી પાવડર, ગુલાબની પાંખડી, કાળા મરી ઉમેરો. 5 મિનિટ પછી તેમાં ડ્રાયફ્રૂટની પેસ્ટ  મિક્સ કરો. 5 મિનિટ ઉકાળી અને પછી ગેસ પરથી ઉતારી લો. ઠંડાઈ રુમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝમાં મુકી દો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application