ડ્ર્ગ્સ મામલે બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયના ઘરે દરોડા

  • October 28, 2020 02:04 AM 702 views

બેંગલુરુ પોલીસે બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે દરોડા પાડ્યા છે. બેંગ્લોરના બે પોલીસે બપોરે 1 વાગ્યે દરોડા શરૂ કર્યા હતા. આ દરોડા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલવાના કેસ મામલે કરવામાં આવી રહ્યા છે. બેંગ્લોર પોલીસ સર્ચ વોરંટ લઇને જુહુ સ્થિત વિવેક ઓબેરોયના ઘરે પહોંચી છે.


પોલીસ અધિકારીએ આ દરોડા અંગે જણાવ્યું કે, 'આદિત્ય અલવા ફરાર છે. વિવેક ઓબેરોય તેના સંબંધી છે અને અમને એવી માહિતી મળી છે કે અલવા તેના ઘરે છુપાયેલો છે. તેથી અહીં સર્ચ કરવામાં આવ્યું છે. અમારી ક્રાઈમ બ્રાંચની ટીમ બેંગલુરુથી તેમના મુંબઇના ઘરે ગઈ હતી. 


પોલીસે બેંગ્લોરમાં આદિત્ય અલવાના ઘરની પણ તલાશી લીધી હતી.  આદિત્ય આલવા કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવરાજ અલવાના પુત્ર છે. તેમના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગના ગાયકો અને અભિનેતાઓને ડ્રગ સપ્લાય કરવાનો આરોપ છે.


કન્નડ ફિલ્મ ઉદ્યોગ સેન્ડલવુડ નામથી ઓળખાય છે. બોલિવૂડની જેમ દક્ષિણ ફિલ્મોમાં પણ ડ્રગ્સ અંગેના ઘટસ્ફોટ થયા હતા. તમને જણાવી દઈએ કે આ હાઇ-ફાઇ ડ્રગ કેસમાં ઘણા મોટા નામ સામે આવ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application