ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ડ્રોન મારફત ચેકિંગ

  • May 05, 2021 03:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં રાત્રી કર્યુની કડક અમલવારી માટે પોલીસ દ્રારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરાવમાં આવી રહ્યું છે. ત્યારે કરયુ અને લોકડાઉનની સચોટ અમલવારી માટે એસીપી પી.કે.દિયોરાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં પીએસઆઇ જે.જી. રાણા તથા સ્ટાફ અને ટેકનિકલ ટીમ દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને કર્યુ સહિતના નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી હતી.

 


આ ઉપરાંત શહેરમાં સોમવાર રાત્રિના પોલીસે અલગ–અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન જરી કામ વગર બહાર લટાર મારવા નીકળેલા વધુ ૧૧૦ શખસો સામે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત માસ્ક ના પહેરનાર ૨૦ શખ્સો સામે પણ પગલાં લીધા હતા. તેમજ લોકડાઉન હોવા છતાં નિયમ વિદ્ધ દુકાનો ખુલી રાખનાર ૮ નાના મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. તથા હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાછતાં ઘર બહાર નીકળવા અંગે ૧ શખ્સ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે આ સહિત કુલ જાહેરનામા ભંગના ૧૪૧ કેસ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS