રાજકોટમાં શરૂ થશે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટની સુવિધા

  • April 20, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં પડતી મુશ્કેલીનો હલ ટૂંક સમયમાં આવી જશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પીપીપી ધોરણે ડ્રાઈવ થ્રૂ આરટીપીસીઆર ટેસ્ટીંગની સુવિધા શરુ કરવામાં આવનાર છે અને તેની ટુંકસમયમાં જાહેરાત પણ કરવામાં આવનાર છે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અથવા રેસકોર્સના મેદાનમાં આ નવી પહેલ શરૂ કરવામાં આવશે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર આ માટે ખાસ પ્રકારના બુથ ઉભા કરવામાં આવશે. કોરોનાના કપરા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા અને ન્યુબર્ગ સુપ્રટિક લેબોરેટરીઝના સંયુક્ત સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ્ના ધોરણે શરૂ થનારી આ સુવિધામાં મુસાફરો અને ડ્રાઈવર તેમના વાહનોમાંથી બહાર નીકળ્યા વિના ઝડપી અને અનુકૂળ રીતે સમગ્ર આરટીપીસીઆર ટેસ્ટીંગપ્રક્રિયામાંથી પસાર થઈ શકે.

 


આ પહેલથી વિકલાંગ, વૃદ્ધ કે બિમાર દર્દીઓને અનુકૂળ, ઝડપી સેવા ઉપલબ્ધ બનશે. લાઈનમાં રાહ જોવી નહીં પડે તેમજ લેબોરેટરીમાં દર્દીઓ દ્વારા ચેપ ફેલાવાતો પણ અટકશે. લોકોએ મોબાઈલ ફોન દ્વારા ડ્રાઈવ થ્રૂની એન્ટ્રી વખતે સ્કેન કરીને નોઁધણી કરવાની રહેશે. ઉલ્લેખનિય છે કે, દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં કોરોના સામેના જંગમાં આરટીપીસીઆર પરિક્ષણની આ સેવા ઉપલબ્ધ બની છે અને હવે રાજકોટમાં ટૂંક સમયમાં આ પ્રકારની સુવિધા શરુ થવા જઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS