શરીરની જરૂરીયાત કરતાં વધુ પાણી પીવાથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

  • March 22, 2021 02:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


આપણા શરીરને કોઈપણ પ્રકારની દવા ખાધા વિના જો સ્વસ્થ રાખવું હોય તો જરૂરી છે કે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવામાં આવે. આપણું શરીર 70 ટકાથી વધુ પાણીથી બનેલું છે. આવી સ્થિતિમાં જો શરીરમાં પાણી ઓછું જાય તો ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, ચક્કર, બીપી અને ક્યારેક હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાનો ભય પણ રહે છે. તેથી જ મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની વાત કરે છે. 

 

 

ખાસ કરીને જો ઉનાળાની વાત આવે તો પુરતાં પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી થઈ જાય છે. કારણ કે ગરમીમાં પાણી પીવાથી જ શરીરનું તાપમાન સંતુલિત કરી શકાય છે. પરંતુ સમસ્યા એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો એ વાત જાણતા જ નથી કે કેટલું પાણી પીવું જરૂરી છે. પાણી પીવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે કે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું.  

 

 

જો પાણી પીવામાં આ જરૂરી બાબતનું ધ્યાન ન રાખવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે જ્યારે વિશ્વ જળ દિવસ 2021 ઉજવાય રહ્યો છે ત્યારે જાણીએ કે વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ અને કેવી રીતે પાણી પીવું જોઈએ.

 

 

કેટલું પાણી જરૂરી છે ?

 

નિષ્ણાંતોના મતે તંદુરસ્ત શરીર માટે બેથી ચાર લીટર પાણી પીવું પૂરતું છે. પરંતુ જો ભારે કસરત કરો અથવા થોડી મહેનતનું કામ કરો તો પાંચથી છ લીટર પાણી પી શકાય છે. નિષ્ણાંતો માને છે કે જો જરૂર કરતાં વધુ કે ઓછું પાણી પીવામાં આવે તો પણ શરીરને નુકસાન થાય છે.

 

 

વધારે પાણી પીવાથી થાય છે આ નુકસાન

 

પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર આવે છે અને શરીરમાં રહેલી વધારે માત્રાની ચરબી દૂર થાય છે, જેનાથી શરીરની સ્થૂળતા નિયંત્રિત થાય છે. પરંતુ જો તમે દરરોજ વધુ પડતું પાણી પીવો છો તો કિડની આ કામ સારી રીતે કરી શકતી નથી. આ સ્થિતિમાં બાકીનું પાણી તમારા શરીરમાં જ રહે છે અને તમારું વજન વધવા લાગે છે. આ સિવાય ઓવરહિડ્રેશનની સમસ્યા  પણ થઈ છે જેની સીધી અસર કિડની પર થાય છે.

 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS