આ ફ્રુટ જ્યુસનું સેવન કરો અને સફેદ વાળની સમસ્યા નિવારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 અત્યારના સમયમાં ઘણા બધા લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે એ પછી પુરુષ હોય કે સ્ત્રી પણ સફેદ વાળ બધાજ માટે સમસ્યા પેદા કરે છે કેમ કે સફેદ વાળ તમારા દેખાવમાં એક મહત્વનો ભાગ ભજવે છે. વાળનું સફેદ થવામાં ખોટી રીતનું ખાન-પાન , પ્રદુષણ વધારે પડતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ જેવા ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે.

 


પરંતુ કુદરતી રીતે આપણે સફેદ વાળથી છુટકારો મેળવી શકીએ છીએ.તો ચાલો જાણીએ કે કઈ રીતે આપણે અલગ-અલગ પ્રકારના જ્યૂસના સેવનથી સફેદ વાળની સમસ્યાનો ઉપચાર કરી શકીએ છીએ.

 

જો તમે સરળ રીતે તમારા સફેદ વાળથી છુટકારો મેળવવા માંગો છો,તો તમે તમારા ડાયટમાં આ જ્યુશ ઉમેરી શકો છો.આ ઉપચાર તમારા વાળને સ્વસ્થ રાખે છે અને વાળના મૂળને પોષણ પણ પૂરું પાડે છે.


સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે આ  જ્યુશ પીવા જોઈએ

 

સફેદ વાળની સમસ્યા અત્યંત સામાન્ય બની ગઈ છે.આના મુખ્ય કારણો ખરાબ ખોરાક,અનિચ્છનીય જીવનશૈલી, પ્રદૂષણ અને સૂર્યની હાનિકારક કિરણો છે. વાળનું ધ્યાન ના રાખવાને કારણે સમય પેહલા જ સફેદ વાળ આવવા લાગે છે.વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કેટલાક કુદરતી પદાર્થોનો ઉપયોગ કરો છો.આવી સ્થિતિમાં,જો તમે સરળ રીતે તમારા સફેદ વાળની સમસ્યાને ઓછી કરવા માંગતા હો,તો પછી તમે આ જ્યુશને ડાયટમાં શામેલ કરી શકો છો. આ ઉપચાર તમારા વાળને સ્વસ્થ રાખે છે અને વાળના મૂળને પોષણ પણ પૂરું પાડે છે. તો ચાલો જાણીએ કે ડાયટમાં કયા જ્યુશનો સમાવેશ કરવો.

 

આમળાનું જ્યુશ

 

આમળામાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન હોય છે જે સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.આ ઉપરાંત,આમળા વાળને આવશ્યક પોષણ પૂરું પાડે છે,જેનાથી વાળમાં વૃદ્ધિ થાય છે.આ ઉપરાંત,મગજના રક્ત પરિભ્રમણને પણ સુધારે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.


કેળાનું જ્યુશ

 

કેળામાં આયરન,થિયામીન અને નિયાસિન વધુ માત્રામાં હોય છે જે સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.આ સિવાય કેળા વાળને મૂળથી મજબૂત બનાવે છે અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

 

કીવીનું જ્યુસ

 

કીવીના જ્યુસમાં વિટામિન સી,મિનરલ્સ અને એન્ટીઓકિસડન્ટો વધુ પ્રમાણમાં હોય છે જે તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક છે.તે સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.તે વાળમાંથી ખોળાનો નાશ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વાળની રોશનીને પણ વધારે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS