રોજ પીઓ માટલાનું પાણી, આસપાસ ફરકશે પણ નહીં બીમારીઓ

  • June 12, 2021 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલાના સમયમાં લોકો ઘરમાં માટીના વાસણનો મહત્તમ ઉપયોગ કરતાં હતા. ખાસ કરીને પાણીનો સંગ્રહ કરવા માટીના વાસણનો ઉપયોગ થતો હતો. તેનું કારણ હતું કે માટીના વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડું રહે છે. સાથે જ તેનું પાણી આરોગ્ય માટે વધુ સારું ગણાય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષો દરમિયાન બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે માટીના વાસણોનો ઉપયોગ ઓછો થયો છે. જો કે તેમ છતાં દરેક ઘરમાં માટીનું માટલું તો રાખેલું હોય છે પરંતુ તેના લાભથી લોકો અજાણ હોય છે. જો તમને પણ ખ્યાલ ન હોય કે શા માટે માટીના માટલામાંથી પાણી પીવું જોઈએ તો આજે જાણી લો. 

 


- માટીના વાસણમાં રાખેલું પાણી ગળા માટે સારું છે. તેથી શરદી, ઉધરસ અને અસ્થમાથી પીડિત લોકોએ ફ્રિજના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું પાણી પીવું જોઈએ.

 

- પ્લાસ્ટિકની બોટલમાં કેટલાક ઝેરી રસાયણો પણ હોય છે. તેવું માટીના માટલામાં થતું નથી. આ પાણી દૂષિત પણ થતું નથી.

 

- માટીના વાસણ ઊર્જાથી સમૃદ્ધ હોય છે. તેથી આ પાણી શરીરને લાભ કરે છે. 

 

- જો તમે નિયમિતપણે ઘડાનું પાણી પીતા હોય તો તમારી પાચક શક્તિ સારી રહે છે.  


 
- માટલાનું પાણી પીવાથી રિહાઇડ્રેશનની પ્રોસેસ ઝડપથી થાય છે અને શરીર ઊર્જાથી ભરપુર પહે છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS