આ રીતે લવિંગને આરોગવાથી શરીરની ચરબી ફટાફટ ઉતરી જશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભારતની મોટાભાગની રસોઈમાં સરળતાથી કરવામાં આવે છે. લવિંગ ના સ્વાદ અને સુગંધના કારણે ઉપયોગ વિવિધ પ્રકારે કરવામાં આવે છે. ઘરમાં લવિંગનો દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. 

 

પરંતુ શું તમે જાણો છો કે લવિંગ મેદસ્વિતા ઓછી કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. આ સુગંધી મસાલો શરીરની વધેલી ચરબીને બાળવામાં મદદ રૂપ થાય છે.

 

તેમાં પ્રોટીન, આઇરન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, હાઇડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે તે ન માત્ર મેદસ્વિતા ઓછી કરે છે તેના દ્વારા શરીરની ઘણી બધી બીમારીઓ પણ દૂર રહે છે.

 

લવિંગ શરીરનું મેટાબોલિઝમ ઉત્તેજિત કરે છે જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.

 

આ મસાલામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી કોલ્સ્ટરોલના ગુણો રહેલા હોય છે. જ્યારે આ શક્તિશાળી મસાલાને તીખા તજ અને જીરા  સાથે મિક્સ કરીને આરોગવામાં આવે છે, ત્યારે શરીરના મેટાબોલિઝમનો રેટ જલ્દીથી વધવામાં મદદરૂપ થાય છે.

 

લવિંગમાં એન્ટિઓક્સિડન્ટના ગુણ પણ રહેલા હોય છે, જેથી સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ કરે છે ઓછા ઓક્સિડેન્ટ સ્ટ્રેસ કે બીમારીનું કારણ બને છે, જ્યારે લવિંગ બ્લડ અને શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS