ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પર DRDO બનાવશે કોવિડ હોસ્પિટલ :600 ICU બેડ સહિત 1200 બેડની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ

  • April 24, 2021 05:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના કહેર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ગુજરાતની જનતાને વધુ હાલાકીનો સામનો કરવો પડે નહીં અને ઝડપથી સારવાર મળી રહે  તે માટે ગૃહમંત્રી અમીત શાહ દ્વારા જાહેર કરવામાં આવી છે કે, ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 600 આઈસીયુ બેડ સહિત 1200 બેડની વધુ એક હોસ્પિટલ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉપાડશે. આ હોસ્પિટલ ઝડપથી તૈયાર કરીને કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે.

 

 

અમદાવાદમાં બુધવારે કોરોનાના 5000 જેટલા કેસ નોંધાયા બાદ શહેરની સ્થિતિ અત્યંત નાજુક બની છે. ત્યારે અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે લડવા માટે જીએમડીસીની કોરોના ડીઆરડીઓ દ્વારા 900 બેડની હોસ્પિટલ તાત્કાલિક  ઉભી કરવામાં આવી છે. જેની કામગીરી ઘોડાવેગે કરવામાં આવી હતી અને ત્યાં 100 બેડ તો કાર્યાન્વિત પણ થઈ ચુક્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS