ડીઆરડીઓની સફળતા : ભારતે હાઈ-સ્પીડ ફ્લાઈંગ વિંગ યુએવીનું કર્યું સફળ પરીક્ષણ

  • December 16, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી ત્રીજું પરીક્ષણ, હળવા વજનના કાર્બન પ્રીપ્રેગ સાથે ડિઝાઇન કરાયું ફ્લાઈંગ વિંગ યુએવી


ડીઆરડીઓએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર)માંથી ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સાથે, ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જેમણે ફ્લાઈંગ વિંગ કન્ફિગરેશન પર નિયંત્રણ મેળવ્યું છે. આ સ્વદેશી રીતે વિકસિત હાઈ-સ્પીડ યુએવી છે.


ડીઆરડીઓએ આનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં યુએવીને ટેક ઓફ અને લેન્ડિંગ કરતા જોઈ શકાય છે. આ યુએવી ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન કરી વિકસાવવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પરીક્ષણ માટે ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ સ્વદેશી રીતે વિકસિત વિકાસ સશસ્ત્ર દળોને વધુ મજબૂત બનાવશે. માનવરહિત ફાઈટર એરક્રાફ્ટ વિકસાવવાની દિશામાં આને મોટી સફળતા માનવામાં આવે છે.


આ યુએવીની પહેલી ફ્લાઇટ જુલાઈ ૨૦૨૨માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પછી, બે સ્થાનિક રીતે બનાવેલ પ્રોટોટાઇપનો ઉપયોગ કરીને છ ફ્લાઇટ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. હાઈ-સ્પીડ ફ્લાઈંગ વિંગ યુએવીને હળવા વજનના કાર્બન પ્રીપ્રેગ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સ્વદેશી વિમાનની જેમ બનાવવામાં આવ્યું છે. તેની હેલ્થ મોનિટરિંગ માટે તેમાં ફાઈબર ઈન્ટ્રોગેટર્સ ઉમેરવામાં આવ્યા છે, જે એરોસ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા દર્શાવે છે.




૫૦ હજાર ફૂટની ઊંચાઈથી પણ હુમલો કરવામાં સક્ષમ


આ એરક્રાફ્ટ ૫૦ હજાર ફૂટની ઊંચાઈથી પણ હુમલાને સફળ બનાવવામાં અસરકારક છે. અગાઉ, ડીઆરડીઓએ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કર્યું હતું. જેને પ્રલય નામ આપવામાં આવ્યું છે. આ મિસાઈલની રેન્જ ૩૫૦-૫૦૦ કિલોમીટર છે. તે ૫૦૦-૧૦૦૦ કિલોગ્રામ પેલોડ વહન કરવામાં સક્ષમ છે. તેને એલએસી અને એલઓસી માટે વિકસાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application