સુરતના ડો સમીર ગામી અભયભાઈ ભારદ્વાજની સારવાર માટે આવશે રાજકોટ, નિતીનભાઈ ભારદ્વાજની આજકાલ સાથે વાતચીત

  • September 15, 2020 09:32 PM 2184 views

 

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત નાજુક થતાં અમદાવાદથી 3 નિષ્ણાંત ડોક્ટરોની ટીમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક મોકલી હતી. આ ટીમે અભયભાઈ ભારદ્વાજની તબિયત ચકાસી હતી. ત્યારે અભયભાઈની તબિયત અંગે તેમના ભાઈ નિતીનભાઈ ભારદ્વાજએ આજકાલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે  આજકાલ સાથે વાત કરતાં કહ્યું હતું કે અભયભાઈની સારવાર માટે સુરતથી ડો. સમીર ગામી રાજકોટ આવી રહ્યા છે. તેઓ અભયભાઈ ભારદ્વાજની સારવાર કરશે અને તેમને રાજકોટના ડોક્ટરો સહયોગ આપશે.

 

અભયભાઈ ભારદ્વાજની તબિયત અંગે નિતીનભાઈએ જણાવ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજના ફેફસામાં કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરવાની અને ઓક્સીજન લોહીમાં ભેળવવાની ક્ષમતા ઓછી થઈ છે જેના કારણે લોહી દ્વારા ઓક્સીજન શરીરમાં પુરતા પ્રમાણમાં પહોંચતું નથી. તેવામાં હવે તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ જે ઘટ્યું છે તે વધે તે માટેની ટ્રીટમેન્ટ સુરતના ડો સમીર ગામી કરશે. 

 

અમદવાદની ટીમે અભયભાઈ ભારદ્વાજનું સ્વાસ્થ ચકાસી જણાવ્યું હતું કે અભય ભારદ્વાજના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે છે. આ સાથે જ શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથી. તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી છે. ઓક્સિજન લોહીમાં પહોંચતું નથી. આથી તેમની સારવાર મશીનથી કરવામાં આવશે. તેમને લોહી પાતળુ કરવા માટે દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે હવે તેમને જરૂર પડશે તો મશીન પણ તૈયાર રાખવામાં આવશે. હાલ અમદાવાદથી આવેલા ડોક્ટરો રવાના થઈ ચુક્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application