શિક્ષણમંત્રી જાહેરાત કરે તે પહેલા જ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કર્યાનું પેપર ઋત્વિજ પટેલે ટ્વીટ કરી ફોડ્યું

  • June 02, 2021 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારને ધોરણ 12ની પરીક્ષા માટે મોટો યુ ટર્ન લેવો પડ્યો છે. ગઈકાલે સાંજે જ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને આજે બપોરે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

 

વડાપ્રધાન મોદીએ ગઈકાલે બાળકોના હિતમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલા નિર્ણયને ફેરવવો પડ્યો છે. 

 

જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઊડીને આંખે વળગે તેવી વાત એ હતી કે રાજ્ય સરકાર તરફથી શિક્ષણમંત્રી બોર્ડની પરીક્ષા રદ્દ થયાનું જાહેર કરે તે પહેલા જ ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો ઋત્વિજ પટેલે ટ્વીટ કરી પેપર ફોડી નાખ્યું અને પરીક્ષા રદ્દ કર્યા બદલ સરકારનો આભાર માની અભિનંદન પાઠવી દીધા. જો કે આ વાત વાયરલ થયા બાદ તેમણે ગણતરીની મિનિટોમાં જ આ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS