ચરિત્ર પર શંકા રાખી ખંઢેરીમાં વાડીમાં પ્રેમીએ પ્રેમિકાને દાતરડાના ઘા ઝીંકયા અને પછી....

  • July 23, 2021 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોડ પર ખંઢેરીમાં વાડીમાં ખેતમજૂરી કરતા નેપાળી યુવાને તેની પ્રેમિકાને દાતરડાના ઘા ઝીંકી દીધા બાદ પોતે પણ છરીથી ઇજા કરતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.પ્રેમિકાના ચરિત્ર પર શંકા કરી આ હુમલો કર્યો હતો.

 

જાણવા મળતી વિગતો મુજબ,ખંઢેરીમાં કિશોરભાઇ કુહાડિયાની વાડીમાં ખેતમજૂરી કરતાં મૂળ ઉત્તરપ્રદેશના શિવમ વિશ્વકર્મા (ઉ.વ.29) અને તેની પ્રેમિકા રશ્મિ ગૌતમ (ઉ.વ.24)ને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

બાદમાં પોલીસે પુછપરછ કરતા નેપાળી યુવાન શિવમ વિશ્વકર્માએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે તથા રશ્મિ ઉત્તરપ્રદેશના એક ગામના જ છે અને બંને વચ્ચે પ્રેમ થતાં એક વર્ષ પહેલા બંને ભાગીને ખંઢેરી આવી ગયા હતા અને અહીં કિશોરભાઈ કુબાવતની વાડીમાં ખેતમજૂરી કરતા હતા. બંને લગ્નગ્રંથિથી જોડાવાના હતા પરંતુ લોકડાઉનને કારણે લગ્ન થઇ શક્યા નહોતા.

 

એકાદ મહિના પૂર્વે શિવમ પોતાના વતન ગયો હતો ત્યારે રશ્મિનો મોબાઇલ સતત વ્યસ્ત આવતો હતો, જેથી રશ્મિને અન્ય કોઇ સાથે સંબંધ હોવાની શંકા ઊઠી હતી, દશ દિવસ પૂર્વે શિવમ વતનથી પરત આવ્યો હતો અને તે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી હતી, શુક્રવારે ફરીથી મોબાઇલ બાબતે ઝઘડો થતાં શિવમે ઉશ્કેરાઇને પ્રેમિકા રશ્મિને દાતરડાના ઘા ઝીંકી દીધા હતા, પ્રેમિકા પર હુમલો કર્યા બાદ શિવમે પોતાની જાતે પોતાના હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS