ખાનગી દવાખાનાઓ બંધ રહેતા મનપાના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા બમણી

  • April 07, 2020 03:51 PM 244 views

કોરોના લોકડાઉન વચ્ચે શહેરમાં કાર્યરત એલોપેથિક હોમિયોપેથીક અને આયુર્વેદિક સહિતના ૩૦૦૦થી વધુ તબીબોના દવાખાનાઓ અને મોટા ભાગની ખાનગી હોસ્પિટલો બંધ રહેતા રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ હોવાનું જાણવા મળે છે. જીવનમાં ક્યારેય મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રનું પગથિયું પણ ન ચડ્યા હોય તેવા વર્ગના લોકો પણ હવે આરોગ્ય કેન્દ્રોમાં આવવા લાગ્યા છે. વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં અમુક કોર્પોરેટ હોસ્પિટલો અને ટ્રસ્ટની હોસ્પિટલો કાર્યરત છે, બાકી મોટાભાગના દવાખાનાઓ બંધ છે આથી સામાન્ય દર્દોની નાની-મોટી સારવાર લેવા માટે પણ શહેરીજનો મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં આવતા થઈ ગયા છે જેના લીધે સામાન્ય દિવસોની સરખામણીએ હાલમાં દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ ગયો છે.
સૂત્રોએ કહ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં સદર આરોગ્ય કેન્દ્ર, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર,નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર, લક્ષ્મી વાડી મેઇન રોડ પરનું આરોગ્ય કેન્દ્ર, બાબરીયા કોલોની મેઇન રોડ પર આવેલું ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હરિ ધવા રોડ પર આવેલા હુડકો આરોગ્ય કેન્દ્રની સેવાનો લોકો લાભ લઇ રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઉપરાંત ઇસ્ટ ઝોનમાં ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, પેડક રોડ પર આવેલું આઇએમએ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર , ભાવનગર રોડ પર ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, અને કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં પણ ઓપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વેસ્ટ ઝોનમાં નાનામવા મેઇન રોડ આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રૈયા ચોકડી પાસે નંદનવન આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર સહિતના કેન્દ્રમાં પણ શહેરીજનો આવવા લાગ્યા છે એટલું જ નહીં પરંતુ સામાન્ય દિવસો કરતાં ડબલ ઓપીડી થવા લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application