ભૂલ્યા નથી, છોડયા નથી

  • February 14, 2020 11:16 AM 19 views

  • CRPFએ ગયા વર્ષે ટવિટ કયુ હતું, ભુલીશું નહીં, છોડીશું નહીં: પુલવામાની વરસીએ ટવિટ કયુ


પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા ૪૦ જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ–કાશ્મીરના પુલવામામાં આતંકી હત્પમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું છે અમે ભૂલ્યા નથી, અમે છોડા નથી. ૧૪મી ફેબ્રુઆરીના રોજ યારે હત્પમલો થયો ત્યારે પણ સીઆરપીએફે કંઇક આવી જ ટીટ કરી હતી. સીઆરપીએફે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં લખ્યું હતું કે અમે ભુલશું નહી, અમે છોડશું નહીં.


આજે એ સીઆરપીએફ ફરી લખ્યું, તમારા શૌર્યના ગીત, કર્કશ શોરમાં ખાવાયા નથી. ગર્વ એટલો હતો કે અમે મોડા સુધી રડયા નથી.. આગળ લખ્યું, અમે ભૂલ્યા નથી, અમે છોડા નથી. અમે અમારા ભાઇઓને સલામ કરીએ છીએ, જેમણે પુલવામામાં દેશ માટે જીવ આપ્યો. અમે તેમના પરિવારોની સાથે ખભે ખભે લગાવી ઉભા છીએ.


પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ–એ–મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં હત્પમલો કર્યેા હતો. એક ગાડી બોમ્બથી ભરેલી આવી અને ના કાફલા સાથે અથડાઇ. ત્યારબાદ ધમાકાએ ૪૦ જવાનોના જીવ લઇ લીધા.


જે રીતે ટીટ આજે કરી છે, કંઇક એવી જ સીઆરપીએફ ગયા વર્ષે કરી હતી. યારે આખો દેશ જવાનોને ગુમાવ્યાના ગમમા હતો, ત્યારે જોશ ભરવા માટે સીઆરપીએફે એક ટીટ કરી હતી. ટીટમાં લખ્યું હતું, અમે ભૂલીશું નહીં, અમે છોડીશું નહીં. પુલવામામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ અને તેમના પરિવારોની સાથે છીએ. આ જઘન્ય ગુનાનો બદલો લેવાશે.


ઉલ્લેખનીય છે કે પુલવામાનો હત્પમલો કરનાર આતંકીઓને સેનાએ તરત મારવાનું શ કરી દીધું હતું. ૧૦૦ કલાકની અંદર પુલવામા હત્પમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશના સ્થાનિક આતંકી કામરાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ થોડાંક દિવસ બાદ ૨૭મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં સેંકડો આતંકીઓને માર્યાનો દાવો કર્યેા હતો. આ સિવાય એ આતંકીઓનો પણ ખાત્મો કરી દીધો જેમનું નામ પુલવામાના આતંકી હત્પમલા સાથે જોડાયું હતું. તેમાં આદિલ અહમદ ડાર, મુદસિર ખાન, કામરાન અને સાદ ભટ્ટ જેવા નામ સામેલ હતા