ચંદ્રગ્રહણ પર ઘરની ખુશાલી માટે કઇ પાંચ વસ્તુઓનું કરશો દાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


આજે 5 જૂનના રોજ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.  તમે ચંદ્રગ્રહણ થી પોતાના પરિવારને સુખમય બનાવી રાખવા માગતા હોય તો આ ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગ્રહણ લાગવાના સમયે આ ચીજ વસ્તુઓનું દાન કરવાથી ભગવાનની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહે છે. કેમકે બધા જાણે છે કે આ ગ્રહણ રાતના સમયે લાગુ થવા જઇ રહ્યું છે એવામાં તમે દાનમાં આપવાની ચીજવસ્તુઓને રાત્રે કાઢી અને મૂકી દેશો અને બીજે દિવસે સવારે કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ મેદાનમાં આપશો તો તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ કઈ ચીજ દાનમાં આપી શકાય છે.

 

ચોખા

 

શુભનું પ્રતીક એટલે ચોખા, દરેક શુભ અને મંગળકાર્ય  માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ચંદ્રગ્રહણમાં દાન કરવાથી નાણાંની અછત દૂર થાય છે એવી માન્યતા છે. તેમજ ચોખાનું દાન કરવાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા બની રહે છે અને માંગલિક પ્રારંભ થઇ શકે છે.

 

દૂધ

 

એવી માન્યતા છે કે દૂધ અને દહીં નું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયક હોય છે ચંદ્ર દૂધ અને દહીં સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. એવામાં ચંદ્રગ્રહણ સમયે દૂધનું દાન કરવાથી લક્ષ્મી નારાયણની અસીમ કૃપા બની રહે છે.

 

ખાંડ

 

ચંદ્ર ગ્રહણના સમયે ખાંડના દાન કરવાનું ઘણું લાભકારક માનવામાં આવે છે. એવું કરવાથી તમામ દેવી દેવતાઓ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેની સાથે શ્રીસૂક્તનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દાન કરવાથી ગ્રહની નકારાત્મક અસર પડતી નથી.

 

ચાંદી

 

ચાંદીની શીતળ માનવામાં આવે છે એવામાં ચંદ્રગ્રહણ પર તેનું દાન કરવાથી શરીરમાં શારીરિક અને માનસિક બંને પ્રકારની મજબૂતી પ્રાપ્ત થાય છે. તમે ચાંદીથી બનેલા ઘણા સિક્કા મૂર્તિઓ ભાષણ વગેરે બનાવી અને દાન કરી શકો છો જેના દ્વારા ઘરમાં વૈભવ અને સુખ-શાંતિ વગેરેની પ્રાપ્તિ થાય છે.

 

સફેદ ફૂલ

 

સફેદ ચીજવસ્તુનો સીધો સંબંધ ચંદ્ર સાથે હોવાનું માનવામાં આવે છે. એવામાં ચંદ્રગ્રહણ દરમિયાન સફેદ ફૂલ ભગવાનને ચઢાવવામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, તમે ઈચ્છો તો સફેદ ફૂલ કોઈપણ સ્થાન પરથી સરળતાથી મેળવી શકો છો અને ઘર-પરિવારમાં ચાલી રહેલા લડાઈ-ઝઘડા દૂર કરવા માટે તેમજ પોઝિટિવવિટી ફેલાવવા માટે સફેદ ફૂલ કારગત નીવડે છે. ઘર પરિવારના સભ્યોમાં મતભેદ દૂર થઈ અને પ્રેમનો સંચાર થઈ વિશ્વાસમાં વધારો થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS