ડોનાલ્ડ ટ્રંપએ PM મોદીની માંગી મદદ, આ દવાનો જથ્થો માંગ્યો અમેરિકા માટે

  • April 05, 2020 11:51 AM 684 views

 

ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસએ મહાસત્તા એવા અમેરિકાની કમર પણ તોડી છે. અમેરિકામાં કોરોના વાયરસથી 3 લાખથી વધુ લોકો સંક્રમિત છે અને અહીં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેવામાં અમેરિકા હવે ભારતની મદદ દવા માટે માંગી રહ્યું છે. 

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદી સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ્સ અમેરિકાને આપવા માટે વાતચીત કરી છે. પીએમએ તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ દવાનો ઓર્ડર ટુંક સમયમાં જ રિલીઝ કરશે. 

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપએ કહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં આ દવા બનાવે છે. ભારતની જનસંખ્યા પણ વધારે છે અને તેમને પણ આ દવાની જરૂર પડશે પરંતુ તેઓ અમેરિકા માટે પણ આ દવા મોકલાવશે. 

 

ઉલ્લેખનીય છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોનાના દર્દીઓમાં કરવાથી સારા પરીણામ જોવા મળ્યા છે. તેથી હવે આ દવાનો ઉપયોગ અમેરિકા પણ કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application