કુવાડવામાં હોમ કવોરન્ટાઈન મહિલાને સાસુએ જમવાનું ન આપતાં ૧૮૧ના સહારે

  • May 04, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી દરમિયાન ઘરેલું હીંસામાં અનેક ગણો વધારો નોંધાયો છે. આવો જ વધુ એક કિસ્સો કુવાડવામાં નોંધાયો છે. જેમાં હોમ કવોરન્ટાઈન મહિલાને પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપતાં અને જમવાનું પણ ન આપતાં ૧૮૧ અભ્યમ હેલ્પ લાઈનની મદદ લીધી હતી. ૧૮૧એ મહિલાના પતિ અને સાસરીયાનું કાઉન્સેલિંગ કયુ હતું.

 

 

૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી એક મહિલાએ જણાવેલ કે તેને કોરોના થયો છે, તે હોમ કવોરન્ટાઈન છે અને એક દિવસથી કઈં ખાધુ નથી. આ સાંભળી ૧૮૧ મહિલા હેલ્પ લાઈનના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા તથા પાયલોટ કૌશિકભાઈ અને સેજલબેન જોષી તાત્કાલીક મહિલાના ઘરે પહોંચ્યા હતા. યાં પહોંચી મહિલાનું કાઉન્સેલીગ કયુ હતું. જે પછી જાણવા મળેલ કે મહિલાને કોરોના પોઝિટિવ આવવાથી તે તથા બાળક અને પતિ થોડો સમય સાસુના ઘરે જતા રહ્યા હતા. સાસુના ઘરે મહિલાને ઉપરના મમાં કોરોન્ટાઈન કર્યા હતા અને એક પાણી ભરેલી ગાગર અને ઇલેકટ્રીક સગડી આપી હતી. ૩–૪ દિવસ બે ટાઈમ જમવાનું આપતા હતા, ત્યારબાદ જમવાનુ આપવાનુ બધં કરી દીધેલ અને એકલુ ગરમ પાણી પીવાથી પિડિતાને પેટમા બળતું હતું. પતિને ફોન કરી જાણ કરી તો પણ પતિ જોવા પણ આવતા ન હતા અને 'મરી જા' એવુ કહેતા હતા. પીડિત મહિલાની એકવાર રાત્રે તબીયત ખરાબ થયેલ ત્યારે દવાખાને પણ નહોતા લઈ ગયા અને બે દિવસથી ૫ વર્ષના બાળક સાથે કુવાડવા મુકી ગયા છે.

 

 

પતિ ટિફીન આપવા પણ આવતા નથી. ફોન કરવા છતાં ફોન પણ ઉપાડતા નથી. અંતે પિડિતાએ ૧૮૧ પાસે મદદ માંગી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટિમને મહિલાના પતિ તથા સાસુને સમજાવવા માટે બોલાવેલ. કાઉન્સેલિંગ બાદ પીડિતાના પતિને ૧૮૧ ટિમે રાજકોટથી ફોન કરી સ્થળ બોલાવેલ અને કાઉન્સેલીંગ કયુ હતું. પીડિતાના પતિને સમજાવતા તેઓ સમજી ગયેલ અને પોતાની પત્નીને તથા બાળકને જરીયાતનો સામાન આપી મદદ કરશે તેવી ખાતરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS