આ ત્રણ ભુલ કરવાથી વાળ થઈ જાય ડ્રાય અને ડલ   

  • June 15, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક પરિબળોને લીધે વાળ ડ્રાઈ અને ડલ (ઝાંખા) થઈ શકે છે જેમ કે વધુ સમય સુધી તડકામાં રહેવું, પાણીનો પ્રકાર વાળને ડ્રાયર દ્વારા કોરા કરવા અને પૂરતું પોષણ ન આપતો આહાર. તમે પણ શહેરની સમસ્યાથી પીડાતા હોવ તો આપવામાં આવેલા ઉપાયો તમને મદદરૂપ થઈ શકે છે. 

 

તમારા વાળ યોગ્ય રીતે કોરા કરો : 

તમારા વાળ ધોયા અને કંડિશન કર્યા પછી ડ્રાયર્સ અને ડ્રાયર દ્વારા હીટ આપીને કોરા ન કરતા તેને કુદરતી રીતે જ કોરા થવા દો. ભીના વાળને કોરા કરતી વખતે તેને ટૉવેલથી જોરથી ઘસીને ન લૂંછતા શૉવરમાંથી બહાર આવીને તરત જ વાળને સૂંવાળા ટી-શર્ટમાં બાંધી લો, જેથી તેમાં રહેલ સુતર(કોટન) તમારા વાળના મૉઈશ્ર્ચરને નુકસાન કર્યા વગર બધું જ પાણી શોષીને કોરા કરશે.

 

યોગ્ય આહાર લો :

તમારા વાળ અને ત્વચાને સુંદર રાખવાની વાત હોય ત્યારે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વનું બની રહે છે. તમારા વાળની તંદુરસ્તી માટે ઓમેગા-3 ફેટ્ટી એસિડ્સ ખૂબ ઉપયોગી બને છે, જે માછલી, અળસી, બેસિલ અને સૂકા મેવામાંથી મળી પુષ્કળ માત્રામાં રહે છે.

 

ગરમ પાણીથી ન્હાવાનું ટાળો : 

ડ્રાઈ હૅરથી બચવા માટેના સૌથી પ્રાથમિક સૂચનોમાં ગરમ પાણીનો ઉપયોગ ટાળવો સૌથી મુખ્ય છે. ગરમ પાણીથી તમારા વાળને નુકસાન થઈને તેનું મૉઈશ્ર્ચર જતું રહે છે. પરિણામે વાળ શુષ્ક બની જાય છે. તેના બદલે, તમારા વાળ ધોવા હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS