રાજકોટ રૂરલ પોલીસમાં સાહ પુર્વે જ આવેલા દોઢ વર્ષિય લેબ્રાડોર બ્રીડના શ્ર્વાન કેપ્ટોએ પોતાની પ્રથમ કામગીરીમાં જ ધોરાજીમાં એક મકાનમાંથી રાજકોટ રૂરલ એસઓજીને ૧૨.૦૦૬ કિલોગ્રામ ગાંજો શોધી આપ્યો હતો. ધોરાજીમાં રહેતા અને રાજકોટના શાહબાઝહત્પશેન દિલુભાઈ મકવાણા ઉ.વ.૩૨ની પોલીસે ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો સુરતથી લઈ આવી છૂટક પડીકીઓ વેચતો હોવાની પોલીસ સમક્ષ કેફીયત આપી હતી.
પોલીસના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ દોઢ વર્ષના કેપ્ટો નામના શ્ર્વાનને નાર્કેાટીકસ (ડ્રગ્સ) શોધવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. તાલીમમાં નિપુર્ણ બની ગત સાહે જ કેપ્ટો રૂરલ પોલીસના ડોગ સ્કવોડ ટીમમાં જોઈન્ટ થયો છે. ધોરાજીના ખીજડા શેરી મનસુરી હોલની સામે ગોસીયા મસ્જીદના મકાનમાં ભાડેથી રહેતા શાહબાઝહત્પશેન પાસે ડ્રગનો જથ્થો હોવાની રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ.પારગી તથા પીએસઆઈ બી.સી.મિયાત્રાને બાતમી મળી હતી.
જે બાતમીના આધારે એસઓજીની ટીમ દ્રારા ડ્રગ શોધક શ્ર્વાન કેપ્ટોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. શ્ર્વાન કેપ્ટોની પણ આ પ્રથમ પરીક્ષા હતી. પોલીસ ડોગમાં જોડાયાના પ્રથમ વખત દરોડામાં લઈ જવાયો હતો. ડોગ કેપ્ટોને ઘરમાં છૂટો મુકતા તે ગધં પારખતા પારખતા મકાનમાં બાથરૂમમાં જઈને ઉભો રહી ગયો હતો. ત્યાં જઈને પગ પછાડી ભોંકવા લાગતા ટીમ બાથરૂમમાં પહોંચી હતી. નજર કરતા થેલીમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૧,૨૦,૦૬૦ની કિંમતનો ૧૨.૦૦૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે લઈ આરોપી શાહબાઝહત્પશેનની ધરપકડ કરી તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન કબજે લીધા હતા. આરોપીએ ડ્રાઈવીંગ કામ કરતો હોવાનું અને ગાંજાનો જથ્થો સુરતમાંથી લઈ આવતો હતો. ધોરાજી કે ચોકકસ ગ્રાહકોને ગાંજાની પડીકી બનાવીને વેચતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કયુ હતું. રાજકોટના ભગવતીપરામાં માધવ પાનવાળી શેરીમાં અગાઉ રહેતો શાહબાઝહત્પશેન રાજકોટમાં ૨૦૨૧માં પકડાઈ ચુકયો હતો. ત્યારબાદ ધોરાજી રહેવા આવ્યો હતો અને અહીં પણ ડ્રગ વેચવાના ધંધા આરંભ્યા હતા.
દરોડામાં એસઓજી ટીમના જયવીરસિંહ રાણા, ઈન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની, અમિતભાઈ કનેરીયા, અતુલભાઈ ડાભી, ડોગ હેન્ડલર રાજેન્દ્રસિંહ રાયજાદા સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech