જકોટ શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની આરોગ્ય વિષયક સેવાઓમાં થશે ત્વરીત ભરતી

  • April 07, 2020 03:43 PM 2007 views

રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતની આરોગ્ય વિષયક સેવાઓમાં સ્ટાફની વર્તમાન સ્થિતિ શું છે અને કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સિવિલ સર્જન તથા જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પાસેથી મંગાવી છે.


કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડતી સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો સરકારને આદેશ કર્યો છે અને તે માટે જે તે જિલ્લાના કલેક્ટરોને અધિકૃત કર્યા છે. ખાલી જગ્યાઓ કાયમી રીતે ભરવામાં નહીં આવે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવશે.


ભરતીની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી છે અને તેમાં સિવિલ સર્જન અને જે તે ફેકલ્ટીના નિષ્ણાતને સમાવવામાં આવ્યા છે .ખાલી જગ્યાનું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફ આ માટેની પૂરતી લાયકાત ધરાવતા હશે તો તેમના માટે આવો ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે અને ફટાફટ ઓર્ડર પણ આપવામાં આવનાર છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application