એઈમ્સના ડોક્ટરની ચેતવણી, હવા દ્વારા ફેફસામાં ઘુસી શકે છે બ્લેક ફંગસ

  • May 23, 2021 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લેક ફંગસનું જોખમ દેશમાં કોરોના રોગચાળા વચ્ચે ઝડપથી વધી રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યોમાં  બ્લેક ફંગસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તેવામાં એઇમ્સના ડો ટંડને બ્લેક ફંગસ વિશે મહત્વની માહિતી આપી છે. ડો. ટંડનના જણાવ્યા મુજબ, મ્યુકોર્માયકોસિસ હવા દ્વારા ફેફસાંમાં પ્રવેશી શકે છે, જો કે આવું ખૂબ જ રેર કેસમાં બને છે. 

 

 

ડો ટંડને કહયાનુસાર મ્યુકર હવાથી બીજા વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે.  જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તો તેને કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ જો કોઈ વ્યક્તિમાં ચેપ સામે લડવાની ક્ષમતા ઓછી હોય અને તે આવી હવાની પકડમાં આવે તો બ્લેક ફંગસ હવા દ્વારા ફેફસાંમાં પણ પ્રવેશી શકે છે. જો કે આવું રેર કેસમાં જ સંભવિત છે. 

 

 

ડો. ટંડને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોયતો આપણું શરીર આ ફંગસ સામે લડવામાં સક્ષમ છે. અગાઉ એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ પણ બ્લેક ફંગસ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ ફંગસના કેસ ગયા વર્ષ કરતા આ વર્ષે ઝડપથી વધી રહ્યા છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021