ગુલાબો સિતાબોમાં  અમિતાભ બચ્ચનની બેગમની ભૂમિકા નિભાવનાર આ અભિનેત્રીની સફર વિશે જાણો છો ?

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડમાં આયુષ્યમાન ખુરાના તેમજ અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ગુલાબો સિતાબોમાં બેગમની ભૂમિકા નિભાવનાર અદાકારા ફારૂક ઝફરની ખુબ જ પ્રશંસા થઈ રહી છે.તેમણે ડાયરેક્ટર સુજીત સરકારની ફિલ્મમાં અમિતાભના પાત્ર મિર્ઝાની પત્નીની ભૂમિકા નિભાવી અને સૌનું દિલ જીતી લીધું છે.પરંતુ શું તમે જાણો છો કે 87 વર્ષના ફારૂક ઝફર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી કામ કરી રહ્યા હતા? ચાલો તેમના વિશે થોડી રસપ્રદ બાબતો વિશે જાણીએ.


ફારૂક ઝફરે પોતાની બોલીવુડ કેરીયરનો પ્રારંભ 1981માં આવેલી ફિલ્મ ઉમરાવજાન દ્વારા કર્યો હતો. જો કે તેઓના ફિલ્મમાં આવતા પહેલા તેઓ એક રેડિયો એનાઉન્સર તરીકે કામ કરી ચૂક્યા હતા.


તેઓ 1963માં લખનઉથી વિવિધ ભારતી રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર તરીકેની કામગીરી શરૂ કરી હતી, અને એવું માનવામાં આવે છે કે ભારતની પ્રથમ મહિલા રેડિયો એનાઉન્સર પણ તેઓ જ હતા.


ફારુક એ વર્ષ 2004માં ફિલ્મ સ્વદેશમાં 23 વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ તેમણે પીપલી લાઈવ, પાર્ચડ, સુલતાન અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

 


ફારૂક  ઝફર એ ગણ્યાગાંઠ્યા અભિનેતાઓ માંથી એક છે, જેમણે બોલિવૂડના ત્રણે ખાન શાહરુખ આમિર અને સલમાન સાથે કામ કર્યું હોય. તેમના જણાવ્યા પ્રમાણે સૌની સાથે તેમના કામનો અનુભવ સારો રહ્યો છે તેની સાથે જ ફારૂકે ટીવી શો જેવા કે હૂસન એ જાના, આધા ગાંવ અને નીમ કા પેડ માં કામ કર્યું છે.


ફારૂક ઝફરના પતિ એક સ્વતંત્રતા સેનાની અને પત્રકાર હતા, બાદમાં તેઓએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને ઝફરની બે દીકરીઓ મેહરુ અને શાહીન છે. જેમાંથી મેહરુ એક લેખિકા છે.

ફારૂક ઝફરે ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચનની પત્ની બેગમની ભૂમિકા કરી છે જેમાં તેમના કામની ખુબ જ પ્રશંસા થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS