દુ:ખ, દરિદ્રતા દૂર કરવા 7મેના રોજ કરો આ સરળ કામ

  • May 04, 2021 09:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકાદશીનું વ્રત ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. મહાભારત કાળમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે આ વ્રતનું મહત્વ જણાવ્યું છે. દર મહિનામાં બે એકાદશી વ્રત આવે છે. આમ તો વર્ષ દરમિયાન આવતા દરેક વ્રતનું પોતાનું અલગ મહત્વ છે. પરંતુ એકાદશીનું ભગવાન નારાયણને સમર્પિત છે. આવી જ શુભફળ આપનાર એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે વરુથિની એકાદશી 7 મેના રોજ આવશે. 

 

 

માનવામાં આવે છે કે આ એકાદશીનું વર્ત કરવાથી ગરીબી અને જીવનની અન્ય સમસ્યાથી મુક્તિ મળે છે. વરૂથિની એકાદશીનું વ્રત કરી અહીં જણાવેલ ઉપાય કરવાથી. જીવનની વિવિધ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે.

 

 

દુર્ભાગ્ય દૂર કરવા


દુર્ભાગ્ય દૂર કરવા એકાદશીના દિવસે સફેદ કે પીળા કપડા પહેરીને શ્રીહરિની પૂજા કરો. દક્ષિણમુખી શંખમાં પાણી ભરીને તેમનો અભિષેક કરો.  

 

 

દુ:ખ દૂર કરવા


એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીનું પાન ચઢાવો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અર્પણ કરો.  

 

 

લગ્ન નક્કી થવામાં આવતી અડચણો દૂર કરવા


એકાદશી પર પીળા કપડા પહેરો. વ્રત કરો અને ફળમાં ફક્ત પીળી વસ્તુઓ લેવી.  

 

 

ઘરે બરકત કરવા


જો ઘરમાં કોઈ બરકત ન હોય તો એકાદશીના દિવસે ઘરના દરેક ખૂણામાં પીળી સરસવ નાખો.  

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS