આધુનિક સમયમાં આપણી જીવનશૈલીને કારણે આપણે ઘણી બાબતોથી પરેશાન થઇ જતા હોઇએ છીએ. ખાસ કરીને સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાનો શિકાર ઝડપભેર થઇ જવાય છે. મોટે ભાગની સમસ્યાઓ પૈકીની એક શરીરમાં પોષણની ઉણપ પણ જોવા મળતી હોય છે. પોષણના અભાવે આપણી આંખ નબળી થવા લાગે છે. એટલું જ નહીં કેટલાક લોકો તેમના આહારનું યોગ્ય ધ્યાન રાખતા નથી. જેના કારણે આંખની રોશની નબળી પડી પડવા લાગે છે. કેટલાક લોકોની આંખનું તેજ બાળપણથી જ નબળું હોય છે. તો સમય સાથે કેટલાક લોકોની દૃષ્ટિ નબળી પડી જાય છે. જેના કારણે તેમણે ચશ્મા પહેરવા પડે છે. નબળી દ્રષ્ટિ પાછળના કેટલાક મહત્વના કારણોમાં સૌથી મોટું કારણ પોષણનો અભાવ છે.
વાસ્તવમાં આપણે જે કઇ પણ આરોગીએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. તેથી, સ્વસ્થ રહેવા માટે તંદુરસ્ત અને સંતુલિત આહાર લેવો આવશ્યક રહે છે. આજકાલ લોકો વધુ પડતું જંક ફૂડ આરોગવુ પસંદ કરે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને બીજી ઘણી બીમારીઓ પણ અસર કરે છે. ખાસ કરીને નાના બાળકો મોટાભાગે બહારનો ખોરાક પસંદ કરે છે. જેના કારણે તેમની દૃષ્ટિ દિવસેને દિવસે નબળી થતી જાય છે. ત્યારે અહીં જણાવેલી કેટલીક ટિપ્સથી તમે તમારી આંખોની રોશની નબળી પડવાથી બચાવી શકો છો.
સંતુલિત આહાર
શરીરને અંદર અને બહારથી સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તમે સ્વસ્થ અને સંતુલિત આહાર લો. આ માટે તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને અન્ય મિનરલ્સની માત્રા શરીરમાં પૂરી થઈ શકે. વિટામિન એ, સી, ઇ, ઝિંક અને એન્ટીક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક ચોક્કસપણે લેવો જોઇએ. આ માટે તમારે તમારા આહારમાં ગાજર, બદામ, બીટરૂટ, એવોકાડોનો સમાવેશ કરવો જોઈએ.
સ્ક્રીન ટાઇમથી દૂર રહો
આંખો નબળી થવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ટીવી કે મોબાઈલ ફોન પર લાંબો સમય પસાર કરીએ છીએ. ખરેખર, આજના સમયમાં લોકોનું જીવન મોબાઈલ ફોન અને લેપટોપ વગર અધૂરું છે. ઘણા લોકો સવારે સૌથી પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જેની સીધી અસર આંખો પર પડે છે. આ કારણે વારંવાર માથાનો દુખાવો, આંખમાં દુખાવો અને આંખોમાંથી પાણી નિકળવું કે બળતરા થવી વિગેરે સહિતની સમસ્યા સર્જાઇ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે આપણે આપણો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ.
આંખની કસરત મહત્વપૂર્ણ
આપણી આંખ દિવસભર સક્રિય રહે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે જ આંખને આરામ મળે છે. આવી સ્થિતિમાં આંખ થાકી જાય છે. આંખને આરામ મળી રહે તે માટે કેટલીક કસરતો કરવી ઉચિત રહે છે. આ કસરતો માત્ર આંખને જ રાહત નહીં આપે પરંતુ આંખની રોશની પણ સુધારશે. ખાસ કરીને બાળકોને તો નાનપણથી જ આંખની કસરત શીખવવી જોઈએ. જેથી તેઓ મોટા થયા પછી પણ તેમની દૃષ્ટિ નબળી ન પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech