26 મેના લાગશે ચંદ્રગ્રહણ, કરશો આ કામ તો થશે લાભ

  • May 25, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદૂ ધર્મમાં ગ્રહણને લઈને અલગ અલગ માન્યતા પ્રવર્તે છે. ગ્રહણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પ્રભાવ પાડે છે. 26 મેના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે જેમાં કોઈ સૂતકકાળ નથી. ચંદ્રગ્રહણનો સમય બપોરનો 3.15 મિનિટથી શરુ થશે અને સાંજે 7 કલાક 19 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સિવાય ચંદ્રગ્રહણ સમયે કેટલાક કામ કરવાથી લાભ પણ થાય છે. 

 

ચંદ્રગ્રહણ સમયે કરો આ કામ


1. ચંદ્રગ્રહણના સમય પહેલા બનેલા ભોજનને શુદ્ધ રાખવા તેમાં તુલસીનું પાન ઉમેરી દેવું જોઈએ.


2. ચંદ્રગ્રહણના સમય દરમિયાન ઈષ્ટદેવને યાદ કરવા અને 108 વખત મંત્રનો જાપ કરવો. 


3. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી કપડા બદલી દેવા જોઈએ. 


4. જરૂરીયાતમંદ વ્યક્તિને દાન કરવું.


5. ચંદ્રગ્રહણ દરમિયાન શિવલિંગ પર જલ ચઢાવવું જોઈએ. 


6. ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન બહાર નીકળવું જોઈએ નહીં. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS