કોરોનાથી રિકવર થયા બાદ આ 3 ટેસ્ટ કરવા જાણી લેવા શરીરના હાલ

  • May 04, 2021 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. દરેક જગ્યાએ અરાજકતાનું વાતાવરણ જોવા મળે છે. હવે રોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ઘણી વખત દર્દી કોરોના પોઝિટિવ હોય પરંતુ તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની જરૂર છે. તેથી જો તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ કેટલાક અન્ય ટેસ્ટ કરવા જરૂરી થઈ જાય છે. જો તમે કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છો તો પણ વાયરસે તમારા શરીરને કેટલું નુકસાન કર્યું છે તે શોધવા માટે તમારે કેટલાક ટેસ્ટ કરાવવા મહત્વપૂર્ણ થઈ જાય છે. 

 

 

એન્ટિબોડી ટેસ્ટ


ડોકટરોના મતે કોરોના વાયરસથી શરીરના ઘણા ભાગોને નુકસાન થાય છે. ખાસ કરીને આપણા ફેફસાં અને રોગપ્રતિકારક શક્તિને. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે એન્ટિબોડી ટેસ્ટ કરાવો. આ આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારા શરીરની એન્ટિ-બોડીઝની સ્થિતિ શું છે. આ ટેસ્ટ કોરોનાથી રિકવરીના બે અઠવાડિયા પછી કરાવવા.

 

 

સીબીસી ટેસ્ટ


સીબીસી ટેસ્ટ એ શરીરના કોષોને તપાસવા માટેનો બ્લડ ટેસ્ટ છે. તેના પરથી જાણી શકાય છે કે દર્દીનું શરીર ચેપ સામે કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. કોરોનાથી રિકવર થયા પછી આ ટેસ્ટ કરવો ખૂબ મહત્વનો છે.  

 

 

બ્લડ સુગર


સુગર અને કોલેસ્ટરોલ ટેસ્ટ પણ ખૂબ મહત્વના છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે આ ટેસ્ટ મહત્વનો છે. ઘણી વાર કોરોના દરમિયાન લોકોના શરીરમાં સુગરનું સ્તર વધી જાય છે. ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે ક્રિએટિનાઇન, લીવર અને કિડનીના ટેસ્ટની પણ ભલામણ કરવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS