આ વસ્તુઓને ભૂલથી પણ ખુલ્લી રાખવી જોઈએ નહીં, નહિતર થશે નુકશાન 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ઘરના વડીલો હમેશા સાંસારિક અનુભવના આધાર પર કેટલીક સલાહ આપતા હોય છે અને જે ખરેખર જીવનમાં અપનાવવાથી લાભકારક બને છે. તેમની જ્ઞાન પરિવાર તો નું પાલન કરવાથી વ્યક્તિ સફળ થઈ શકે છે અને દરેક મુસીબતોથી દૂર પણ રહી શકે છે.

 


હિન્દુ ધર્મમાં શિખાનું વિશેષ મહત્વ બતાવ્યું છે કહેવામાં આવે છે કે લોકો ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા માટે શિખા રાખે છે. શિખર રાખવામાં શક્તિનો વિકાસ થાય છે અને માનસિક રોગથી પણ બચી શકાય છે પરંતુ વડીલો જણાવે છે કે શિખાને ખોલીને રાખવી જોઈએ નહીં કારણ કે સીખા બ્રહ્મરંધ્ર થી જોડાયેલી હોય છે જેથી આપણા શરીરની ઉર્જા બહાર જતી નથી આપણે હંમેશા લાભ પ્રાપ્ત કરવા માટે શિખાને બાંધીને રાખવી જોઈએ શિખા બાંધવાથી રક્તનો સંચાર યોગ્ય રીતે થાય છે અને આંખોની રોશની પણ તેજ રહે છે.

 

પુસ્તકને ક્યારે ખુલ્લું રાખવું જોઈએ નહીં કારણ કે જે તમે વાંચ્યું છે તે પુસ્તક ખુલ્લું મુકીને રાખી દો છો ત્યારે તેમાં રહેલું જ્ઞાન જતું રહે છે એમાં સાથે જ વિદ્યા અને બુદ્ધિ બંનેને હાનિ પહોંચે છે આ માટે વડીલો જણાવે છે કે એક વખત અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી પુસ્તકને બંધ કરીને મૂકી દેવું જોઈએ.

 


મોં ખુલ્લું રાખીને ક્યારે આવવું જોઈએ નહીં તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે તેમજ મોમા જેવું જંતુઓ જવાનો ડર પણ રહે છે. મોં ખોલીને ઊંઘવાથી ઘણા પ્રકારના બેક્ટેરિયા મોં માં જઈ શકે છે જે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે સાથે તમે આખા દિવસમાં જો થાકેલા હોય તો મોં માંથી દુર્ગંધ પણ આવે છે.

 


ભોજનને ક્યારે ખુલ્લું રાખવું જોઈએ ને હંમેશા દરેક ચીજવસ્તુ ઢાંકીને રાખવી જોઈએ તમારા ભોજન પણ ખુલ્લું રાખે તો તેમાં જીવ જંતુ જઈ શકે છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. ભોજનમાં રહેલા પોષક તત્ત્વો જાળવી રાખવા હોય તો ભોજનને હંમેશા રાખીને સાફ સુથરી જગ્યા પર રાખવો જોઈએ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ૬૦ ટકા બીમારી દોષિત ખાન-પાનને કારણે થાય છે.

 


ઘરમાં ભગવાનનું મંદિર આવેલું હોય તો તે સૌભાગ્યનું કારક માનવામાં આવે છે મંદિરની પૂજા રોજ થવી જોઈએ જેનાથી સુખ-શાંતિ બની રહે છે પરંતુ પૂજા ઘરને ક્યારેય ખુલ્લું રાખવો જોઈએ નહીં કારણ કે કોઈપણ બહારની વ્યક્તિ તમારા દેવી-દેવતાઓના દર્શન કરી શકે છે, દેવી-દેવતાઓની આગળ તેમનું  પ્રદર્શન કરવું જોઈએ નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS