માસ્ક પહેરીને કરતા નહીં આવું કામ નહીં તો થઈ જશો હેરાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસના સંક્રમણનો ખતરો હજુ પણ ગયો નથી, એવામાં તેના ખતરાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને બહાર નિકળવામાં આવી રહ્યું છે, પરંતુ જે લોકો નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાની આદત છે કે પછી રોજ ચાલવા કે દોડવા સાથે દિવસની શરૂઆત કરતા હોય એવા લોકોએ માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવી જોઈએ નહીં કે ન તો દોડ લગાવી જોઈએ.

 

 એક ખબર પ્રમાણે વિશેષજ્ઞો એ બાબત જણાવેછે કે માસ્ક પહેરી અને દોડવાથી ફેફસા પર દબાણ આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


સંક્રમણના ખતરાની વચ્ચે જીવન સામાન્ય થવા લાગ્યું છે, લોકો ઇન્ફેક્શનના ખતરાને ધ્યાનમાં લઈને દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યા છે, અને માસ્ક લગાવીને બહાર નીકળી રહ્યા છે. તેની વચ્ચે એ ધ્યાન રાખવાની જરૂર છે કે એ વખતે માસ્ક પહેરવામાં ન આવે કે જ્યારે એક્સરસાઇઝ કરવામાં આવી રહી હોય કે પછી દોડવામાં આવી રહ્યું હોય. 


ફિટનેસ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે એ બાબતનું ધ્યાન જરૂર રાખવું જોઇએ કે આ રીતે માસ્ક વગર દોડવાથી દોડવાથી હૃદય અને ફેફસાંને નુકસાન પહોંચી શકે છે,  એટલું જ નહીં કોઈનો જીવ પણ જઈ શકે છે.

 

ચીનમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે આ માટે માસ્ક પહેરીને કોઇપણ એવું કામ ન કરો કે જેનાથી ફેફ્સા કે હૃદય પર દબાણ આવે છે.

 

માસ્ક પહેરીને દોડવું એ શરીરના કોઇપણ ભાગ પર દબાણ નાખનારું બની શકે છે, ઓક્સિજન લેવામાં અને કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું સંતુલન બગડી શકે છે કારણ કે તેનાથી ફેફસા વગેરે અંગો પર દબાણ આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS