હાથ દાઝી જાય ત્યારે બળતરા વખતે શું કરવાથી રહેશો દૂર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ ને લઈને વધારે પડતા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે એવામાં લોકો ઓફિસની સાથે સાથે ઘરના કામની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. કિચનમાં કામ કરતી વખતે લાપરવાહી કે પછી અજાણતા લોકો પોતાના હાથને દજાડી ડે છે. એવામાં કોઈ પાણી હાથ પર નાખે છે તો કોઈ બરફ ખાવાની સલાહ આપે છે પરંતુ જ્યારે દાઝી જઈએ ત્યારે સૌથી પહેલા શું કરવું જોઇએ એ અંગે લોકોમાં ઘણી બધી દુવિધા  જોવા મળતી હોય છે.

 

દરેક વ્યક્તિ બળતરા ઓછી કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે પરંતુ ઘણી વખત કોઈ ઉપાય નુકસાનદાયક પણ સાબિત થઇ શકે છે એવામાં આપણે જાણીએ કે ખરેખર બળતરા માંથી છુટકારો મેળવવા માટે કેવી ભૂલો ન કરવી જોઈએ.

 

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ક્યારે પણ દાઝી જવા પર સૌથી પહેલાં હાથને પાણીની નીચે રાખો. ઓછામાં ઓછી 20 મિનિટ સુધી આ રીતે રહો કારણ કે એ બાબત પર ધ્યાન રાખવું જરૂરી છે કે પાણી બિલકુલ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. દાઝેલી જગ્યા પર બરફ કે ઠંડા પાણી નાખવાની ભૂલ ન કરવી જોઈએ એવામાં દાઝેલા હોય તે ભાગમાં ટિશયુઝ ડેમેજ થવાનો ખતરો વધી જાય છે.

 

ઘણી વખત એ જગ્યા પર ફોડલીઓ ઉપસી આવે છે, વિશેષજ્ઞો જણાવે છે કે બળતરા ના કારણે આવું થાય છે તો તેને હાથ અડાડવો જોઈએ નહીં. હાથ અડાડવાથી તેમાં કીટાણુંનો ફેલાવો અંદર સુધી પહોંચી શકે છે. તેને ફોડવાની કોશિશ પણ ન કરો વિશેષજ્ઞો જણાવે છે કે એવું કરવાથી તમે પોતે મુશ્કેલીમાં વધારો કરશો, આમ કરવાના  કારણે સંક્રમણનો ખતરો વધી જાય છે, જેથી તેને તેની જાતે જ સરખું થવા દો. જો તમને તેના કારણે વધારે દર્દ કે પરેશાની થઈ રહી હોય તો ડૉક્ટર સાથે વાત કરો.

 

સામાન્ય બળતરા થવા પર એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરવાની જરૂરિયાત હોતી નથી તમને જણાવી દઈએ કે આ દવાઓનો ઉપયોગ કરવાથી આખા વિસ્તારમાં તે ફેલાઈ જાય છે જેથી તેની  આવશ્યકતા રહેતી નથી. એવું વિશેષજ્ઞો જણાવે છે. આપણે ત્વચામાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે ત્વચાને જાતે જ સરખા કરી દે છે. આમ છતાં વધારે બળતરા થતી હોય ત્યારે એન્ટીમાઇક્રોબાયલ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS