હવે 250 રૂપિયામાં કોવિસેલ્ફ કિટથી જાતે જ કરી લો કોરોના ટેસ્ટ, જાણો ઉપયોગ કરવાની રીત

  • May 20, 2021 08:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈસીએમઆરએ ઘરે જ જાતે કોરોના વાયરસનો ટેસ્ટ કરતી ટેસ્ટિંગ કીટ જેનું નામ કોવિસેલ્ફ છે તેને મંજૂરી આપી દીધી છે. આ કીટ 250 રૂપિયામાં ખરીદી ઘરે રાખી શકાય છે. ખાસ વાત એ છે કે આ કીટથી ટેસ્ટ કર્યા બાદ 15 મિનિટમાં જ ખબર પડી જશે કે તમને કોરોના છે કે નહીં. જો કે આઈસીએમઆરએ તેની મંજૂરી સાથે જણાવ્યું છે કે તેનો ઉપયોગ જરૂર જણાય ત્યારે જ કરવો. 

 

 

આ કીટ પુણેની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડ દ્વારા તૈયાર કરવાામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે તેનો ઉપયોગ એ લોકો જે કરે જેને કોવિડના લક્ષણો જણાય છે. અથવા તો એવા લોકો જે સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હોય. 

 

ઉપયોગ કરવાની રીત

 

નેઝલ સ્વેબને બંને નોસ્ટ્રિલ્સમાં 2થી 4 સેમી સુધી અંદર નાખવનું ત્યારબાદ તેને 5 વખત અંદર ફેરવવું. સ્વાબને પહેલાથી ભરેલી ટ્યૂબમાં નાખો અને બાકીના સ્વાબને તોડી નાથ. ટ્યૂબને બંધ કરી દો. ત્યારબાદ ટેસ્ટ કાર્ડ પર ટ્યૂબ દબાવી એક પછી એક બે ટીપા તેમાં નાખો. 15 મિનિટ રાહ જુઓ. જો કોઈ રીઝલ્ટ 20 મિનિટ બાદ દેખાય તો તેને ખોટું માનવું. 

 

ટેસ્ટ કાર્ડ પર બે સેક્શન હશે. જેમાંથી એક કંટ્રોલ સેક્શન અને એક ટેસ્ટ સેકશન હશે. જો કંટ્રોલ સેકશન C પર જવા મળે તો નેગેટિવ છે જો કંટ્રોલ સેકશન ટેસ્ટ T પર આવે તો તે પોઝિટિવ હોય છે. પોઝિટિવ રિઝલ્ટ હશે તો 5થી 7 મિનિટમાં જણાય જશે. પરંતુ નેગેટિવ હશે તો તેમાં 15 મિનિટનો સમય લાગશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021