79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ૨૫૧ કુપોષીત બાળકો “દતક” લઇ કુપોષણથી સુપોષણ તરફ એક આદર્શ પગલું ભર્યું...

  • January 12, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૯-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ૨૫૧ કુપોષીત બાળકો “દતક” લઇ કુપોષણથી સુપોષણ તરફ એક આદર્શ પગલું ભર્યું...

પોતાના જન્મ દિવસ નિમીત “રકતદાન” કેમ્પનું આયોજન હાલમાં જ ૭૯ (દક્ષિણ) વિધાનસભામાં ચૂંટાયેલા અને “હાંકલ કરો ત્યાં હાજર” થી લોકોની વધુ નજીક પહોંચેલા દિવ્યેશ અકબરીએ “પ્રથમ પાંચ ઓવરમાં સેવાનું મોટું ભાથું” બાંધવાની ધમાકેદાર બેટીંગ શરૂ કરી દીધી”.

૭૯ (દક્ષિણ) વિધાનસભમાં આવતી તમામ આંગણવાડીના ૨૫૧ કુપોષીત બાળકો કે જેને જી.જી.હોસ્પિટલના ડોકટર્સ ટીમે ચકાસી તપાસી સારવાર શરૂ કરી જરૂરી દવા શરૂ કરાવી જેનો તમામ ખર્ચ દિવ્યેશભાઇએ ઉપાડયો તેટલું જ નહિ ૨૫૧ બાળકોને ફરી પોષણયુકત બનાવવા માટેના ડોકટરની સૂચના મુજબનાં ખોરાકાની ચિંતા પણ દિવ્યેશ અકબરીએ કરી છે.

ટૂંકમાં કહીએ તો ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિનો પૂર્ણ નથી થયોને સેવાનો મોટા યજ્ઞ – પ્રકલ્પ તેમણે પોતાના શીરે લઇ ૨૫૧ કુપોષીત બાળકોને ૧ વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. જે ખૂબ જ સરાહનિય દિશા દર્શન આપતું પગલું કહી શકાય. નરેન્દ્રભાઇ મોદીના સેવા યજ્ઞમાં નાની આહુતિ આપવાનો નિર્ધાર સાથે યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તારીખ : ૧૪-૦૧-૨૦૨૩ મકર સંક્રાંતિનો સેવા આનંદનાં મોટા ઉત્સવનાં દિવસે પોતાનો જન્મદિવસ હોય પોતાના જ રહેણાંક વિસ્તારનાં સગંઠનના કાર્યકર મિત્રો તેમજ વેપારી મિત્રો (વોર્ડ નં. ૮ ભાજપા પરિવાર તેમજ રણજીતનગર વેપારી મંડળ) ના સહયોગથી ‘રકતદાન” કેમ્પનું આયોજન કરી સેવા કાર્યમાં મોટી “ક્લગી” ઉમેરી છે.

ઉપરોકત “રકતદાન કેમ્પ” વેળાએ સમગ્ર આયોજનને પ્રોત્સાહીત કરવા સવારે ૦૯-૦૦ કલાકે શ્રી લેઉવા પટેલ સેવા સમાજ, રણજીતનગર ખાતે ઉપસ્થિત રહેવા આહ્વાન અપીલ કરેલ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application