સોનુ નિગમને કોની પત્નીએ ગણાવ્યાં નમકહરામ અને કહ્યું, અચ્છા સીલા દિયા...

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભૂષણ કુમાર અને સોનુ નિગમ વિવાદમાં ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ પ્રતિક્રિયા આપી છે, તેમણે સોનુ નિગમને ખોટા પ્રચાર કરનાર વ્યક્તિ ગણાવ્યા છે, તેમજ દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટમાં સોનુ નિગમને નમક હરામ ગણાવ્યા છે, તેમાં યાદ દેવડાવ્યું છે કે  સોનુ નિગમ એ ભૂલી ગયા છે કે  તેઓને બ્રેક તેમની કંપની ટી-સીરીઝ દ્વારા જ આપવામાં આવ્યો હતો.


દિવ્યાએ જણાવ્યું છે કે આજે આ વિશે કોણ કેટલુ સાચું પ્રચાર કરી રહ્યું છે તે ખબર છે, એટલે સુધી કે લોકો જુઠને ફેલાવી રહ્યા છે અને મજબૂત પ્રચાર કરી રહ્યા છે, હું તેઓને લોકોની આંખમાં ધૂળ નાંખતા જોઈ શકું છું, સોનુ નિગમ પોતે ક્યા પ્રકારની  વ્યક્તિ છે અને તેઓ  સારી રીતે જાણે છે કે લોકોના મગજમાં કઈ રીતે રમત રમીને વાત ગળે ઉતારવી જોઈએ.

 

વધુમાં જણાવ્યું છે કે તમે એટલા સાચા હોય અને તમને આટલી બધી સમસ્યા હતી તો ભૂષણને પહેલા કેમ કંઈ ન જણાવ્યું, આજે આ રીતે પબ્લિસિટી માટે કેમ આમ કરી રહ્યા છો.

 

તમારા પિતાજીના વિડિઓ મેં પોતે ઘણા ડાયરેક્ટ કર્યા, જેમના માટે તેઓ ખુબજ આભારી રહેતા હતા. પરંતુ કેટલાક લોકો નમક હરામ હોય છે.

 

છેલ્લે તેણે ટી સિરિઝના ગીતની પ્રથમ લાઇન "અચ્છા સીલા દિયા તુને મેરે પ્યારકાને હેશટેગ કરી છે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS