જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાછાણી

  • March 16, 2021 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડકના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજે બપોરે 12-39ના વિજય મુહર્તમાં પ્રમુખ તરીકે ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાછાણી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સહદેવસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા તરીકે વિરલભાઈ પ્નારા અને દંડક તરીકે અલ્પાબેન તોગડિયાએ ફોર્મ ભયર્િ છે.

 


રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાના જણાવ્યા મુજબ પ્રદેશ કક્ષાએથી આ તમામ નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ચૂંટણી યોજાવાની છે પરંતુ આજે આ તમામ ઉમેદવારો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ ભરશે.

 


રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખના મામલે ભૂપતભાઈ બોદર અને પ્રવીણભાઈ કિયાડાનું નામ બોલાતું હતું. છેલ્લી ઘડી સુધીની કસ્મકશની લડાઈ પછી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને ઉમેદવાર પસંદ કરવાની સત્તા આપવામાં આવી હતી અને તેમણે ભૂપતભાઈ બોદર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે. જો કે કોંગ્રેસ પાસે પુરતું સંખ્યાબળ ન હોવાથી અને કોંગ્રેસના સિનિયર સભ્ય અર્જુનભાઈ ખાટરિયા કોરોના સંક્રમિત હોવાના કારણે કોંગ્રેસ ઉમેદવારી ન નોંધાવે તેવી સંભાવના છે.

 


પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે બપોરે 12-30 વાગ્યાની આસપાસ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા. ભૂપતભાઈ બોદરના નામની દરખાસ્ત પી.જી. કિયાડાએ મુકી હતી. જ્યારે ઉપપ્રમુખ વાછાણીના નામની દરખાસ્ત લોધીકા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ દાફડાએ કરી હતી. આ વખતે ભાજપ આગેવાનો મનસુખભાઈ ખાચરિયા, નાગદાનભાઈ ચાવડા, મોહનભાઈ દાફડા, ભાનુબેન બાબરિયા, મનિષભાઈ ચાંગેલા સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


ગામડાંનો વિકાસ મારા માટે પ્રાધાન્ય: ભૂપત બોદર
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવનાર ભૂપતભાઈ બોદરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગામડાં અને ખેડૂતોનો વિકાસ મારા કામકાજમાં ટોચ પ્રાયોરિટીમાં રહેશે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારના તમામ પ્રશ્ર્નોને ઉકેલવા માટે મારા અને મારી ટીમના ભરપૂર પ્રયાસો રહેશે.

 

તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ મહિલાઓ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચેતન પાણ
 

રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ મહિલા ઉમેદવાર માટે અનામત છે પરંતુ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની બન્ને મહત્વની જગ્યાઓ પર મહિલાઓની પસંદગી કરી છે. આજે સવારે 11 વાગ્યે રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે ભાવનાબેન પ્રકાશભાઈ કાકડિયા અને ઉપપ્રમુખ પદ માટે મધુબેન વલ્લભભાઈ મકવાણાએ ફોર્મ છે. રાજકોટ તાલુકામાં પાટીદાર અને કોળી મતદારોની સંખ્યા વધારે છે તેથી આ ગણિતમાં અને અન્ય જગ્યાઓમાં પણ કોળી તથા પાટીદાર સભ્યોનો દબદબો રહ્યો છે.

 

રાજકોટ તાલુકા પંચાયતમાં ચૂંટણી વખતે માત્ર બે ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા તેમાંથી સરધાર બેઠકના ઉમેદવાર અને યુવા આગેવાન ચેતનભાઈ પાણને ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે તેને કારોબારી સમિતિના ચેરમેન બનાવવાનો નિર્ણય કરાતાં ચેતનભાઈ પાણે પણ આજે ઉમેદવારી નોંધાવી દીધી છે. ચેતનભાઈ પાણ કડવા પટેલ જ્ઞાતિના આગેવાન છે અને અનેક સામાજિક તથા સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લેઉવા પટેલ જ્ઞાતિના આગેવાન ચેતનભાઈ કથીરિયાને રાજકોટ તાલુકા પંચાયતમાં પક્ષના નેતા અને કોળી સમાજના ભીખાભાઈ ગોવાણીને દંડકની જવાબદારી સોંપવામાં આવતાં આ બન્નેએ પણ સવારે ફોર્મ ભરી દીધા છે. આવતીકાલે બપોરે 12 વાગ્યે તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે. આજે ફોર્મ ભરતી વખતે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, સંજયભાઇ ત્રાપસીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS