પોરબંદરમાં રાશનકીટ, ઉકાળો, ભોજનકીટ, માસ્ક સહિત વિતરણના સેવાયજ્ઞો ધમધમ્યા

  • April 07, 2020 03:45 PM 139 views

પોરબંદરમાં રાશનકીટ, ઉકાળો, ભોજનકીટ, માસ્ક સહિત વિતરણના સેવાયજ્ઞો ધમધમી રહ્યા છે.
રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્રારા રાશન કીટ વિતરણ
ભારત તેમજ સમગ્ર વિશ્ર્વમાં 'કોરોના' ના કારણે સામાજીક જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. લોક ડાઉનના કારણે ઘણાં જરૂરીયાતમદં પરિવારોને બે ટાઈમનું જમવાનું પણ નસીબ થતું નથી. તેવામાં સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ દ્રારા આવા લોકોને મદદ મળી રહી છે. પોરબંદરના ખારવાવાડ, છાંયા તેમજ અન્ય વિસ્તારમાં આવેલ જરૂરીયાતમદં ૧૪૦ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં છાંયા વિસ્તારના બોર્ડ મેમ્બર, ફારૂક આડતીયા તેમજ અન્ય સામાજીક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


ઉકાળા વિતરણ
પોરબંદરના શ્રી તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભાવસિંહજી હોસ્પિટલના આયુર્વેદિક વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ કોરોના વાઈરસથી બચવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે જીન પ્રેસ સોસાયટી અને ઝુંડાળા વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ માણસોને ઘરે–ઘરે જઈને પીવડાવવામાં આવ્યું હતું. લોકોએ આ કામગીરીને બિરદાવેલ હતી.


માસ્ક વિતરણ
પોરબંદરના મદ્રેસા સંકુલ પાસે દરજીકામ કરતા વિજયભાઈ ચુડાસમા છેલ્લા ૧૫ દિવસથી દરરોજ રાહદારીઓને નિ:શુલ્ક માસ્કનું વિતરણ કરી રહ્યા છે. આ માસ્ક તેમણે જાતે જ સીવેલા છે અને સાયકલ લઈને અલગ–અલગ વિસ્તારમાં જઈને રાહદારીઓને માસ્ક આપે છે.


ભાજપ અગ્રણી દ્રારા સેવા
પોરબંદર ભાજપ અગ્રણી અશોક સોની દ્રારા પ્રાગાબાપાના આશ્રમ, લેડી હોસ્પિટલ તથા ભાવસિંહજી હોસ્પિટલ અને રેલ્વે સ્ટેશન સહિત વિસ્તારોમાં ૧૦૦૦ મીણબત્તી તથા ચાં–ગાંઠીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


રાણાવાવમાં સામતભાઈ ઓડેદરા પરિવાર દ્રારા સેવા
રાણાવાવ સ્ટેશન ખાતે આવેલા વૈદે ડાડાના મંદિરમાં હાલ 'કોરોના' ની મહામારીના લીધે જે નાના વર્ગ તથા કાયમીનું કરીને ચલાવનાર પરિવારોને પૂરતું ભોજન મળી રહે તે માટે ગુજરાત બી.જે.એમ.સી. પ્રમુખ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરાએ રસોડું ચાલુ કરેલ છે. જેમાં દરરોજ ૫૦૦ જેટલા પરિવારોને ભોજનની સેવા ચાલુ છે.


વિસાવાડા ગામે ૧૪૦ જરૂરીયાતમંદોને કીટ વિતરણ
મુળ વિસાવાડા ગામના અને હાલ લંડન ખાતે રહેતા વેજાભાઈ માલદેભાઈ ઓડેદરાએ  વિસાવાડા ગામે જરૂરીયાતમંદોને અનાજનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિસાવાડાના સરપચં માલદેભાઈ કેશવાલા તથા માલદેભાઈ ઘેલાભાઈ શીંગરખીયા તથા મીંયાણી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.આર. મેટાલીયાના સહયોગથી વિસાવાડા ગામે જરૂરીયાતમદં લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ કિલો ઘઉં, બે કિલો ચોખા, ૧ કિલો મગની દાળની કીટ બનાવી ૧૪૦ જેટલી કીટ બનાવી જરૂરીયાતમદં લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


સાન્દીપનિ દ્રારા સેવા
પોરબંદરમાં સાન્દીપનિ વિધાનિકેતનના સતં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં જીલ્લાભરમાં રાશનકીટ વિતરણ દ્રારા છેવાડાના માનવીઓને મદદરૂપ બનવાની કામગીરી ચાલી રહી છે. અને ખરા અર્થમાં જરૂરીયાતમંદોને હાથોહાથ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.


હિરલબા જાડેજા દ્રારા સેવા
પોરબંદર લાયન્સ કલબના પ્રમુખ અને બી.એમ. જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરલબા જાડેજા દ્રારા આશાપુરા ગરબી મંડળના સભ્યોને સાથે રાખીને વિવિધ પ્રકારની સેવાઓ ધમધમી રહી છે. જેમાં ઘરે–ઘરે ટીફીન પહોંચાડવા સહિત અનાજની કીટ અને દવાની જરૂરીયાતવાળા દર્દીઓને દવા આપવા સહિતની કામગીરી ચાલી રહી છે.


ગામડાઓમાં સેવા
મીંયાણી ગામે સરપચં દ્રારા કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત પંચેશ્ર્વર ટ્રસ્ટ દ્રારા પણ કીટ વિતરણ થઈ રહ્યું છે. પાંચ ડેરા મંદિર તરફથી માનસિક અસ્થિર લોકોને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.


ભોજન સહિત અન્ય સેવાઓ
પોરબંદરના વોર્ડ ન.ં ૭ માં બાપા સીતારામ મિત્ર મંડળ તથા નગરપાલિકાના સુધરાઈ સભ્ય સરોજબેન કક્કડ દ્રારા ભોજન અને પાર્સલની સુવિધા ચાલુ છે. જેની મુલાકાત સાંસદ તથા જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા વગેરેએ લીધી હતી. તેવી જ રીતે મીલપરા–ઝુંડાળા વિસ્તારમાં સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા અને ટીમ દ્રારા પણ ભોજનની સેવા ચાલુ છે. ક્રિષ્નાબેન ઠાકર દ્રારા રોગપ્રતિકારક શકિત વધે તેવી ચા નું વિતરણ કર્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application