ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ

  • March 24, 2020 03:27 PM 126 views

હાલમાં કોરોનાના ઉપદ્રવે લોકોને ભયભીત કરી દીધા છે ત્યારે અમીર વર્ગના લોકો મેડીકલ સ્ટોર અને અન્ય જગ્યાએથી માસ્ક તથા સેનેટાઇઝર મેળવી રહ્યા છે પરંતુ ફત્પટપાથ ઉપર રહેતા ગરીબોને આવી સુવિધા મળતી નથી ત્યારે પોરબંદરના કોંગ્રેસી આગેવાને આવા લોકો માટે સેનેટાઇઝર અને માસ્ક સહિતની ચીજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરીને અનેરો સેવાયજ્ઞ સંપન્ન કર્યેા હતો.
પોરબંદર સન્ટ્રલ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના સૌજન્યથી પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઇ ઓડેદરા, આનંદભાઇ નાંઢા, બ્રિજેશભાઇ જાડેજા, આનંદભાઇ પુંજાણી, વિશાલભાઇ બારાઇ દ્રારા પોરબંદર શહેરના રસ્તા ઉપર રહેતા ગરીબ લોકો, જે હાલના સમયમાં ચાલી રહેલ કોરોના વાયરસના મહામારીમાં તે લોકો તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે તેના માટે સાબુ, માસ્ક, હાથના મોજાનું વિતરણ કરવામાં આવ્યું. આ વસ્તુનું વિતરણ એવા લોકોને કરવામાં આવેલ છે જે લોકોને તેમનું સ્વાસ્થ્ય સારૂ રાખી શકે તેવી તેમની પરિસ્થિતિ નથી. ત્યારે આ કોરોના ના કહેરમાં માસ્ક, હાથના મોજા, સાબુ આવી વસ્તુની ખરીદી કરી શકે તેમ નથી. એટલા માટે આવા લોકોની પાસે જઇ તેમને આ હાલના સમયમાં જરૂરીયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્ુ.


અલગ ફડં દ્રારા મદદ કરવા અપીલ
કોરોના વાયરસે ગુજરાત સહિત આખા દેશને ભરડામાં લીધા છે ત્ારે સરકાર દ્રારા જે નાના ધંધાર્થીઓ જેવા કે, નાની હોટેલ, પાનના ગલ્લા, ખાણીપીણીની લારીઓ જેવા રોજેરોજનું કમાવવા વાળા લોકોને તેમના ધંધા બધં કરાવ્યા છે. ત્યારે આવા સંજોગો પાસે સરકાર પાસે તેમનું એક અલગ ફડં હોય છે. તેમના માટે મીડીયાના માધ્યમથી ગુજરાત સ્ટેટ ફેડરેશન કન્ઝયુમરના પૂર્વપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ આગેવાન સામતભાઇ ઓડેદરા દ્રારા સરકારને આવા લોકો અને અસંગઠીત કામદારો માટેનું ફડં છે તે સહાયરૂપે આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે