ભાવનગર જિલ્લામાં ર૪,૬૩૩ અનાજ કિટનું જરૂરિયાતમંદોને થયું વિતરણ

  • April 07, 2020 04:06 PM 104 views

ભાવનગર વહીવટી તત્રં દ્રારા જિલ્લાની સામાજીક સંસ્થાઓ સાથે સંકલન કરી જરીયાત મંદો માટે અનાજ કરિયાણા કીટસ તૈયાર કરાવવાની કામગીરી શરૂ કરાયેલ છે. અને આ કીટ વિતરણ માટે ભાવનગર મહાનગરપાલિકાના ૧૩(તેર) વોર્ડ માટે ભાવનગર મહાનગરપાલિકાની વાહનો સાથેની ૧૩(તેર) ટીમો તૈયાર કરેલ છે. આ ટીમો દ્રારા જિલ્લાના કંટ્રોલરૂમ ૧૦૭૭ ઉપર આવતી ફરિયાદોજરૂરીયાત મુજબના લોકોને તેમના ઘેર જઈ અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. તેમજ તાલુકા કક્ષાએ મામલતદારઓએ સામાજીક સંસ્થાઓનો સંપર્ક કરી તેમના સહકારથી કરિયાણા કીટસ તૈયાર કરી વિતરણની કામગીરી શરૂ કરાવેલ છે, આ વ્યવસ્થા મુજબ જિલ્લામાં કુલ ૨૪,૬૬૩ અનાજ કીટસનું વિતરણ થયેલ છે. આ ઉપરાંત ભાવનગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓજ્ઞાતિમંડળોએસોશીયેશન દ્રારા જરીયાત મદં લોકો માટે ફટ પેકેટસ તૈયાર કરવામાં આવે છે, આ ફડ પેકેટ વિતરણ માટે જિલ્લા વહીવટી તત્રં દ્રારા આ સંસ્થાઓના વાહનોને પરિવહન પાસ ઈસ્યુ પણ કરાયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના કંટ્રોલમ અને જિલ્લાના કંટ્રોલમ ઉપર આવતી ફરીયાદોજરીયાત અન્વયે જિલ્લા વહીવટી તત્રં સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરી તેઓને ફડ પેકેટસનું વિતરણ કરાવે છે, જે અન્વયે જિલ્લામાં ૨,૪૩,૬૪૨ ફડ પેકેટસનું વિતરણ થયેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application