ગાંધીધામમાં આશાપુરા નવરાત્રી મંડળ દ્વારા ફટાકડા મીઠાઇ અનાજની કિટ વિતરણ

  • November 14, 2020 12:17 PM 898 views

ગાંધીધામ મા આશાપુરા નવરાત્રી મંડળ સુભાષ નગર ૮ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી સમાજને એક અનેરો રાહ ચીંધ્યો છે. આ મંડળ દ્વારા ગૌશાળા અનાથાશ્રમ જેવી વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃતિઓ  કરી યોગદાન આપી રહ્યા છે,આ વખતે કોરોનાની મહામારી માં આ મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકો દિવાળી થી વંચિત ન રહે તેવા હેતુથી જરૂરિયાત મંદ લોકોને ફટાકડા. દીવા.કલર. મીઠાઈ. અનાજ. સહિતની કીટનું વિતરણ કરી સમાજને એક અનેરો રાહ ચીંધ્યો છે.કીટ વિતરણ કરી પ્રેરક સેવા કાર્ય કર્યું હતું.    મા આશાપુરા ગરબી મંડળ દ્વારા ખર્ચ ના પૈસા ની બચત કરી  અને તેમાં થી જરૂરિયાત મંદ લોકોને મીઠાઈ. ફટાકડા. કલર. દીવા. અનાજસહીતની કીટ  વિતરણ કરી હતી,  દિપાવલી નિમિતે નાના ભૂલકાઓ ને મીઠાઈ ફટાકડા વિતરણ કરાતા ગરીબ ભૂલકાઓ ખુશ ખુશાલ બન્યા હતાં, મા આશાપુરા નવરાત્રી મંડળ સુભાષનગર ૮દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. સમાજને એક અને રાહ ચીંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application