જિ. પં.ની કારોબારી સમિતિના ચેરમેન પાદરીયા રહેશે કે જશે ? આજે થનારા ફેંસલામાં મુદત

  • October 30, 2020 04:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

  • ડીડીઓ રજા પર: વિકાસ કમિશનર હવે નવી તારીખ જાહેર કરશે


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કિશોર પોપટભાઈ પાદરીયાને ચેરમેનપદેથી શા માટે દૂર ન કરવા ? તેવી નોટિસ ગુજરાત સરકારના વિકાસ કમિશ્નરે આપી છે. આ નોટિસના સંદર્ભમાં અલગ-અલગ તબક્કે પાંચ વખત સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ દરેક વખતે મુદત પડયા બાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. ચેરમેન તરીકે પાદરીયા રહેશે કે જશે તેનો ફેંસલો આજે થાય તેવી ભારોભાર શક્યતા હતી પરંતુ વધુ એક મુદત પડી છે. વિકાસ કમિશનર હવે નવી તારીખ જાહેર કરશે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા પણ આજે રજા પર ઉતરી ગયા છે.


કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા કે.પી.પાદરીયાની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતાં અને હાલ તે જામીન પર છે. જેલમાં રહેનાર વ્યક્તિ કમિટીના ચેરમેન ન બની શકે તેવો મુદ્દો ઉપસ્થિત કરી વિકાસ કમિશ્નરે પાદરીયાને દૂર કરવા માટે નોટિસ ફટકારી છે.જોકે જ્યારે પાદરીયાએ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું ત્યારે જ પૂર્વ ચેરમેન રેખાબેન પટોડીયાએ લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરને ફરિયાદ કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ ચેરમેનપદની જવાબદારી ન સંભાળી શકે તેવો વાંધો ઉઠાવ્યો હતો.પરંતુ રેખાબેન પટોળીયાનો આ વાંધો જે તે વખતે કચરાટોપલીમાં પધરાવી દેવાયો હતો.


બધું બરાબર ચાલતું હતું પરંતુ પાદરીયાએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા અને મહામંત્રી ભાનુભાઈ મેતા સામે જોરદાર આક્ષેપો કરતા ગાંધીનગરથી આ પ્રકરણ ઊભું થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application