અમરેલીમાં ઉદ્યોગ, પાણી, રેલવે બ્રોડગેજ સહિતની અસુવિધા પ્રશ્ર્ને વેપારીઓમાં નારાજગી

  • September 16, 2022 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર સામે સર્વત્ર વિરોધનો વંટોળ ઉઠેલ છે ત્યારે અમરેલી જિલ્લા વેપારી મંડળ દ્વારા અમરેલી જિલ્લામાં ઉદ્યોગો, પાણીની અપુરતી વ્યવસ્થા, બ્રોડગેજ રેલવે લાઈન, નેશનલ હાઈવે કનેક્ટિવિટી તેમજ પ્રોફેશનલ ટેકસ નાબુદ કરવાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
​​​​​​​
રાજકીય ક્ષેત્રે અગ્રેસર અને વિકાસથી વંચિત એવા અમરેલી જિલ્લાને બુલેટ ટ્રેન યુગમાં નમાલી નેતાગીરીએ બ્રોડગેજથી વંચિત રાખેલ છે. જિલ્લા કક્ષાનું વડુ મથક લેખાતા અમરેલી જિલ્લાની સોળ લાખ જેટલી જનતા પાણીનાં અભાવે ઉદ્યોગો વિહોણી છે. જિલ્લામાં ફકત દરિયાકાંઠે ઉદ્યોગો સ્થપાયેલ છે. રોજગારીનાં અભાવે યુવાનો હિજરત કરી રહેલ છે. હાઈ-વે રોડની ગુલબાંગો ફુંકનાર સરકાર જિલ્લાને નેશનલ હાઈવેની કનેક્ટિવિટી અપાવી શકેલ નથી. રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના સ્વપ્નાઓ સાકાર કરવાનાં બદલે આજના રાજકીય નેતાઓ ફકત પોતાનું જ રાજકારર રમીને જિલ્લાને વિકાસલક્ષી યોજનામાં લઈ જવાના બદલે હાસિયામાં ધકેલવા જેવી પરિસ્થિતિ સર્જાયેલ છે અમરેલી જિલ્લામાં એકમાત્ર હિરા ઉદ્યોગ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં ડાયમંડ ઝોન અને એમ્બ્રોડરી ઉદ્યોગ વિકાસ ખમી શકે તેમ છે. જિલ્લાનાં હજારો રત્ન કલાકારો સુરત હિજરત કરી ગયેલ છે. ત્યારે જિલ્લામાં ડાયમંડ ઝોન બને તો રોજગારીની મોટી તક ઉભી થઈ શકે. સરકાર દ્વારા ચાલુ વર્ષમાં વ્યવસ્થાવેરામાં નાની-મોટી દુકાન તેમજ મોટા મોલને એક સરખા ગણી વ્યવસ્થા વેરાના સ્લેબ ફિકસ ‚ા.૨૫૦૦ કરી નાખવામાં આવેલ છે ત્યારે વડાપ્રધાનની વન નેશન વન ટેકસની નીતિ મુજબ વ્યવસાય વેરો નાબુદ કરવાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application