ઘરે પહોંચ્યો દિલીપ કુમારનો પાર્થિવ દેહ, અંતિમ દર્શન કરવા પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, શાહરુખ ખાનને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડ્યા સાયરા બાનો

  • July 07, 2021 01:20 PM 

લિજેન્ડરી એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલથી બપોરે તેમનો પાર્થિવ દેહ તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. અહીં એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે સાયરાબાનોને સાંત્વના પાઠવી હતી. 

દિલીપ કુમારના ઘરે ધર્મેન્દ્ર, વિદ્યા બાલન, શબાના આઝમી સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા. આજે સાંજે 4 કલાકે તેમને અંતિમ અલવિદા કહેવામાં આવશે. આજે દિલીપ કુમારના ઘરે શાહરુખ ખાન પણ પહોંચ્યો હતો. જણાવી દઈએ કે સાયરા બાનોએ એક મુલાકાતમાં કહ્યું હતું કે જો તેમને સંતાન હોત તો તે શાહરુખ ખાન જેવો હોત.આજે શાહરુખ ખાન દિલીપ કુમારના દર્શન કરવા પહોંચ્યા ત્યારે સાયરા બાનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 


 

દિલીપ કુમારના નિધન પર સ્વરકોકિલા લતા મંગેશકરે પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ દિલીપ કુમારને ભાઈ માનતા હતા અને તેમને રાખડી બાંધતા હતા. લતા મંગેશકરે દિલીપ કુમારના નિધન પર ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે દિલીપ કુમાર નાની બહેનને છોડીને જતા રહ્યા. 

 


આ સાથે જ તેમણે પોતાની, દિલીપ કુમાર અને સાયરા બાનો સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ દિલીપ કુમારને રાખડી બાંધતા જોવા મળે છે. 


લતા મંગેશકરે અન્ય એક ટ્વીટમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને કોઈને ઓળખી શકતા પણ ન હતા. તેવામાં સાયરા બાનો જેમને તે ભાભી કહે છે તેમની સતત સેવા કરતા રહ્યા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS