તારક મહેતા.....માં દિલીપ જોશીને જેઠાલાલની નહીં પણ આ ભૂમિકાની મળી હતી ઓફર

  • March 18, 2021 01:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વકાની હોય કે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી હોય. દરેક વ્યક્તિએ તેમની વિશેષ શૈલીથી ચાહકોને દિવાના બનાવ્યા છે. પણ શું તમે જાણો છો દિલીપ જોશીને પહેલા જેઠાલાલ નહીં પણ બીજા પાત્રની ઓફર કરવામાં આવી હતી.

એક ઈન્ટરવ્યુંમાં દિલીપ જોશીએ કહ્યું હતું કે તેમને પહેલા ચંપકલાલ ગડા એટલે કે જેઠાલાલના પિતાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, જે ભૂમિકામાં હાલ અમિત ભટ્ટ છે. દિલીપ જોશીએ ચંપકલાલ ગડાની ભૂમિકા નિભાવવાની ના પાડી કારણ કે તેમને લાગ્યું કે તેઓ વૃદ્ધ પાત્ર સાથે ન્યાય કરી શકશે નહીં.

તારક મહેતાના ઉલટા ચશ્માથી પોતાની અલગ ઓળખ બનાવનાર દિલીપ જોશી હવે ટીવી ઉદ્યોગના એક એવા કલાકાર છે જેમને સૌથી વધુ ફી ચૂકવવામાં આવે છે દિલીપ જોશી તેના પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે. તેમને જેઠાલાલના પાત્રમાં એટલા પસંદ કરવામાં આવ્યા છે કે દરેક વ્યક્તિ તેને આ ભૂમિકામાં જોવા માંગે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application