શું ઓનલાઈન ફિલ્મ રિલીઝથી સ્ટારકલ્ચર ખતમ જશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 દરેક બાબતમાં સારા અને ખરાબ બે પાસા હોય છે, ત્યારે લોકડાઉનના કારણે પણ અત્યારે એવી પરિસ્થિતિ જોવા મળી છે, કે જેમાં સારા અને ખરાબ બે પ્રકારના પાસા ઉભરીને સામે આવ્યા છે.

 

ભલે કોરોનાવાયરસે ચારે તરફ હાહાકાર મચાવ્યો હોય, સિનેમાહોલ બંધ હોય શૂટિંગ રોકાઈ ગયું હોય, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મના સારા દિવસો આવ્યા છે, તેમજ ઓટીટી પ્લેટ ફોર્મ પર નવી ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ રહી છે.

 

ક્યારેય આપણે વિચાર્યું હતું કે સિનેમા હોલમાં તાળાં લાગી જશે અને લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો રિલિઝ કરવા માટે મજબૂર થઈ જશે આવા બદલાવની ક્યારેય અપેક્ષા રાખી હતી ?

 

દરેક માધ્યમોના પોતાના ફાયદા અને નુકસાન હોય છે, જ્યારે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થતી હતી ત્યારે દર્શકોને વધારે સારો અનુભવ મળતો હતો. પરંતુ હવે એ સમય આવ્યો છે ,કે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેનો અર્થ એ થાય છે કે દર્શકો ઘરની ચાર દીવાલમાં બેસીને પણ સારામાં સારું મનોરંજન મેળવી રહ્યા છે, અને ફોન પર ફિલ્મો જોઈ રહ્યા છે, જોકે ફરક ઘણો જોવા મળી રહ્યો છે.

 


 આંકડાની દૃષ્ટિએ ઓટી પર ફિલ્મ રિલીઝ કરવા માટે ઘણા બધાફિલ્મમેકર્સ માટે પડકાર સમાન સાબિત થશે, કોઈપણ મોટા બજેટની ફિલ્મ હોય સફળતા મળે ત્યારે જ સંભવ છે. જ્યારે તે પોતાની ધારણા કરતાં વધારે કમાણી કરી શકે.

 


જ્યારે ફિલ્મો સિનેમા હોલમાં રિલીઝ થતી હતી ત્યારે એડવાન્સ બુકિંગ દ્વારા પણ મોટી કમાણી કરવામાં આવતી હતી, પરંતુ હવે ઓટીટી પ્લેટફોર્મ પર  એવું જોવા મળી રહ્યું નથી કે એક જ તારીખે ફિલ્મો રિલીઝ થાય.

 


બોલિવૂડમાં ઘણી ફિલ્મો 100 કરોડની કમાણી કરી ચૂકી છે તો તેને સુપરહિટ ફિલ્મો તરીકે ઓળખવામાં આવે છે, ફિલ્મના બોક્સ ઓફિસ નંબર પરથી નિર્ધારિત કરવામાં આવતું હતું કે ફિલ્મને કેટલા દર્શકોના દિલ પર રાજ કર્યું છે.

 

પરંતુ ફિલ્મ હવે સીધા ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ રહી છે, ત્યારે આ ટ્રેન્ડ ખતમ થઇ જશે, અને તેનું સીધું કારણ એ છે કે ઓનલાઈન પર સફળતા માપવાનું સાધન વ્યુઅરશીપછે, તેનો મતલબ એ કે કેટલા લોકો આ સીરીઝ કે ફિલ્મને નિહાળશે તના આધારે  સફળતા મળશે, બોક્સ ઓફિસ ના આંકડાઓ હવે ખતરામાં જોવા મળી રહ્યા છે. આ બાબતમાં ઓટીટી  પ્લેટફોર્મ ઘણા મેકર્સને શાયદ માફક ન પણ આવે.


આમ તો કોઈ ફિલ્મ રિલીઝ કરતા પહેલા તેને લીક થવાનો ડર દરેકને સતાવતો હોય છે, મોટી ફિલ્મો રિલીઝ થતાં પહેલાં લીક થઈ જાય તો ભારે નુકસાન ઉઠાવવું પડે છે, બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે જે પાઈરસીનો શિકાર બની ચૂકી છે, હવે વિચારીએ કે અહીં ફિલ્મો ડિજિટલ માધ્યમ દ્વારા રિલીઝ થાય છે તો એનો ખતરો ઘટી જશે, જ્યારે ઓછા સમયમાં ફિલ્મો લાખો લોકો સુધી પહોંચી જશે અને એવામાં પાઈરસી નો કોઈ મતલબ જ રહેશે નહીં.


અહીં એ પ્રકારની યોજના બનાવવી પડશે કે ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરવાથી માત્ર આંકડા કે પ્રોફિટ જોવામાં આવે, જરાક વિચારો કે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય અને સિનેમા હોલમાં નિહાળતી વખતે દર્શકો સીટી વગાડે એવું બહુ ઓછું જોવા મળે છે, જ્યારે કેટલાક ફિલ્મ સ્ટાર એવા હોય છે કે જેમની ફિલ્મ જોતી વખતે ફેન્સની દિવાનગી અલગ પ્રકારની જોવા મળે છે, એવામાં સિનેમા ઘરોની બહાર ટિકિટ માટે લાંબી લાઈનો પણ જોવા મળે છે.

 

પરંતુ જો ફિલ્મ હવે સીધા ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે તો આ તમામ ચીજો ગાયબ થઇ જશે, અને લોકો પોતાના ઘરે બેસીને જ ફિલ્મો નીહાળશે એવામાં સ્ટાર કલ્ચર પર પણ અસર પડવી  નિશ્ચિત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS