રાજકોટ જિલ્લાની ૪૨૨ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ શરૂ: ડીડીઓ

  • July 14, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાની ૪૨૨ ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધીમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા વેરા વસૂલાત સહિતની કામગીરી થઈ રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી એ જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૫૮૮ ગ્રામ પંચાયતો છે તે પૈકી ૪૨૨ માં કયુઆર કોડ અપાઈ ગયા છે અને ૧૬૬ ગ્રામ પંચાયતોમાં આ કામગીરી પ્રગતિમાં છે.
​​​​​​​
નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમ આ કામગીરીમાં લાગી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વેરા ચુકવણી સહિતના કામ માટે હેરાન પરેશાન ન થાય તે માટે રાજકોટ જિલ્લામાં આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. 
ગ્રામજનો પાણી વેરા સફાઈવેરા દિવાબત્તી વેરા, મકાન વેરા વ્યવસાય વેરા વગેરેનું પેમેન્ટ સરળતાથી કરી શકે છે અને વેરો ભરપાઈ થયો છે તેનો પુરાવો રેફરન્સ નંબર તરીકે મોબાઇલમાં જ મળી જાય છે. આ ઉપરાંત લોકફાળા કે અન્ય લેણા કે વસૂલાત પણ આ સિસ્ટમથી કરવામાં આવે છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application