વડોદરા આર્મ્ડ યુનિટના ડીઆઈજી મહેશ નાયકનું કોરોનાથી મોત: 12 દિવસમાં જ તોડ્યો દમ

  • April 10, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસમાં પણ કોરોના વકરી રહ્યો છે, અનેક પોલીસ કર્મચારી અને અધિકારી કોરોનાગ્રસ્ત છે

 

આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. ડીઆઈજી મહેશ નાયકનું એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં  ડીઆઈજી તરીકે હતા. આમ કોરોનામાં પ્રથમ એવા આઈપીએસ અધિકારી કોરોના સામે જંગમાં હાર્યા છે.

 

સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. ગુજરાત પોલીસના સવા લાખથી વધુ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયાં છે. તેમ છતાં, આજની તારીખે રાજ્યમાં અનેક પોલીસ કર્મચારી અને અધિકારી કોરોનાગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ સહિત કુલ 30 પોલીસ કર્મચારી કોરોનાના બીજા ગંભીર રાઉન્ડમાં સંક્રમિત થઈ ચૂક્યાં છે. આમ, વેક્સિનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતાં ચિંતા ઘેરી બની છે. અમદાવાદના ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ ઉપરાંત અગાઉ અમદાવાદમાં કામ કરી ચૂકેલા સુરતના ડીસીપી પી.એલ. માલ અને એસઆરપીમાં કાર્યરત ડો. મહેશ નાયક તાજેતરમાં કોરોના સંક્રમિત થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS