ડે ક્રીમ અને નાઈટ ક્રીમ વચ્ચેનો ફરક જાણો

  • May 21, 2020 03:49 PM 470 views

 

કોઈપણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોમાં સૌથી વધારે કોઈ અગત્યતા હોય તો તે ક્રીમની છે. આમ તો ક્રીમ ઘણા પ્રકારના હોય છે પરંતુ યુવતીઓ વધારે ડે અને નાઈટ ક્રીમનો ઉપયોગ કરે છે. જે રીતે તેના નામ અલગ -અલગ હોય છે તે જ રીતે તેનું કામ પણ અલગ-અલગ હોય છે. તેનો ખોટી રીતે ઉપયોગ કરવાથી તમને ખીલ, ડલનેસ, બ્લેકસ્પોટ અને પીગમેન્ટેશનનો સામનો કરવો પડે છે. ડે અને નાઈટ ક્રીમનો ઉપયોગ કરતા પહેલા તમે તેની વચ્ચેનું અંતર જાણી લો.

 

યુવતીઓને લાગે છે કે દેખને નાઇટમાં ક્રીમમાં કોઇ વધારે ફરક હોતો નથી એટલે તે પોતાના મન મુજબ ક્રીમ લગાવતી હોય છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. આ બંને ક્રીમના ટેક્સ્ચર એકબીજાથી અલગ હોય છે. ડે ક્રીમમાં SPF વધારે હોય છે.જેથી ત્વચા પ્રદૂષણ, તણાવ અને સૂરજના હાનિકારક કિરણોથી બચી રહે છે.આ સિવાય તેમાં રહેલા એન્ટિએજિંગ ત્વચાને વધતી ઉંમરની સમસ્યાઓ થનારા નુકસાનથી બચાવે છે. 

 

જો તમે નાઈટ ક્રીમ દિવસમાં લગાવશો તો તે ત્વચાને સુરજના હાનિકારક કિરણોથી પણ પ્રોટેકશન નહીં પૂરું પાડે. જ્યારે ડે ક્રીમ રાત્રે લગાડશો તો તેમાં શું અસર પડી જશે અને તેના પોતાના અસર નહીં દેખાડી શકશે. એવામાં જરૂરી છે કે તમે બંને પ્રકારના ક્રીમનો સમય મુજબ ઉપયોગ કરો.


ભલે ડે અને નાઈટ ક્રીમ ત્વચા માટે ફાયદાકારક હોય પરંતુ કેમિકલયુક્ત ના વધારે પડતા પ્રયોગથી ત્વચા ખરાબ પણ થઈ શકે છે એવામાં બેસ્ટ રહેશે કે તમે સ્ક્રીનનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરો અને તેના બદલે કુદરતી પ્રસાધનોનો ઉપયોગ કરી શકો છો.


ડે‌ ક્રીમમાં એસપીએફ હોય છે. જેનાથી તમે  સૂરજની હાનિકારક કિરણોથી જ નહીં પરંતુ પ્રદૂષણ, તણાવ અને બેકટેરિયાથી પણ બચાવી શકો છો સાથે જ મેકઅપ થી થનારા નુકશાનથી પણ ત્વચાને બચાવે છે.

 

ક્રીમ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને મુલાયમ બનાવે છે.

 

નાઈટ ક્રીમ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને કરચલીઓને દૂર કરે છે.

 

ડાર્ક સર્કલ અને કાળા કુંડાળા ઓછા કરવામાં પણ ડે અને નાઈટ ક્રીમ ફાયદાકારક છે.

 

નાઈટક્રીમ તમારી ત્વચાને બેજાન અને સુખી થતા બચાવે છે.

 

આ ક્રીમ ત્વચા પર વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરે છે તથા ત્વચાને લબડતી અટકાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application