મુશકેલીઓ જ સફળતાનો માર્ગ ખોલે છે...

  • February 12, 2020 11:55 AM 20 views

કહેવાય છે કે મનમાં જો કઈ કરી બતાવવાની લગન હોય તો મોટામાં મોટી મુશ્કેલીઓ પણ પર કરી શકાય છે. શિક્ષા મેળવવા માટે પણ જો મનમાં લગન હશે તો કોઈ પરિસ્થિતિ મુશ્કેલ નહિ લાગે વિદ્યા  મેળવવા માટે પૈસાની નહિ પણ શિક્ષણ મેળવવાની જીજ્ઞાસાની જરૂર હોય છે. જેને શિક્ષા મેળવવી જ હોય તે ગમે તે પરિસ્થિતિમાં શિક્ષણ મેળવે જ છે. આવું જ એક ઉદાહરણ ચિત્રદુર્ગ હરિયુરમાં રહેતી ૨૨ વર્ષની લલીતા આર અવલીનું છે. લલીતાએ તેની મહેનત અને લગનના કારણે એરો એન્જીનીયરીંગની પરિક્ષા પાસ જ નહિ પરંતુ ટોપ પણ કર્યું છે. લલીતાના પિતા શાકભાજી વેચવાનું કામ કરે છે જેથી તેના ઘરનું ગુજરાન પણ મુશ્કેલીથી થાય છે. લલીતાએ આખા રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તે સવારે ૪ વાગ્યે ઉઠી અને માતા-પિતાને શાકભાજી વેચવામાં પણ મદદ કરતી હતી આ સાથે જ તે બેંગ્લોરની "ઇસ્ટ વેસ્ટ કોલેજ ઓફ એન્જીનીયરીંગ" જવા પહેલા દુકાન પર બેસીને ભણતી હતી. લલીતા ઈસરોના
વર્તમાન પ્રમુખ સિવનને આદર્શ માને છે. તેનું સપનું છે કે અંતરીક્ષ વૈજ્ઞાનિક તરીકે કામ કરે અને ઈસરો કે ડીઆરડીઓમાં શામેલ થવા માગે છે.