BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપી ઝડપાયા

  • July 01, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપી ઝડપાય

રૂ. 11.14 લાખના ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 100 ટકા મુદ્દામાલ કબજે

ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામના વાડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં થયેલી લાખોની ચોરીનો ભાણવડ પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરી થયેલ સમગ્ર મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવારજનો દ્વારકા દર્શનાર્થે ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં 15 તોલા સોનાના દાગીના કિંમત રૂ. 10.80 લાખ, 150 ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ. 17 હજાર અને રોકડ રૂ. 17 હજાર મળી કુલ રૂ. 11.14 લાખની ચોરી થઈ હતી.

ચોરીના બનાવ બાદ ભાણવડ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ હ્યુમન સોર્સિસ મારફતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

​​​​​​​પોલીસે મિલન સોલંકી, ભાવેશભાઈ સોલંકી અને સ્વીભાઈ સોલંકી નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી ચોરી થયેલ રૂ. 11.14 લાખનો મુદ્દામાલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 11.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભાણવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application