કોવીડ ની ગાઈડલાઈન મુજબ થયેલી અંતયેષઠીના આંકડામાં જમીન-આસમાનનો ફરક!!!

  • April 16, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી ચોપડે દશર્વિેલા મૃત્યુ


રાજ્યમાં કોરોનાની મહામારી હાહાકાર મચાવી રહી છે ગઈકાલે છેલ્લા 24 કલાક નોંધાયેલા કેસ 8152 ભલભલાના હાંજા ગગડાવી દીધા છે અને એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક દર્દી 81 ના મોત સરકારે દશર્વ્યિા છે વરવી વાસ્તવિકતા આવી છે કે રાજ્ય સરકાર દ્વારા દશર્વિવામાં આવતા મૃત્યુઆંક અને કોરોના ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવેલી અંતિમ ક્રિયા ના આંકડા માં જમીન-આસમાનનો ફરક હોય છે જે સરકારની ખોડી નીતિ દશર્વિી રહ્યો છે. સરકાર મૃત્યુના આંકડાઓએ સતત છુપાવવાનો પ્રયાસ કરી રહી છે મંગળવારે 6690 કેસ સામે 67મોત હતા તો બુધવારે 7410 કે સામે 73 મોત હતા અને ગઈકાલે 8152 કેસ સામે 81મોત જાહેર કયર્િ હતા.

 


રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહાનગરોમાં એક ટીમ કેસની સંખ્યામાં પણ એટલું જ ઉછાળો આવ્યો છે અમદાવાદમાં 13152 કેસ છે ,સુરતમાં 8994 કેસ નોંધાયેલા છે .રાજકોટમાં 4341, વડોદરામાં 4300જામનગરમાં 1602 ,ભાવનગરમાં 1301 ,મહેસાણામાં 1169 ,પાટણમાં 981, ગાંધીનગરમાં 794, જૂનાગઢમાં 669, ભરુચ 616 અને કચ્છમાં 599 કે એક્ટિવ હોવાનું રાજ્ય સરકારના ચોપડે દશર્વિવામાં આવ્યું છે.

 


કોરોનાની મહામારી વરવી વાસ્તવિકતા એ છે કે, સરકાર પાસે ક્યાંય બેડની વ્યવસ્થા નથી સરકાર પાસે પુરતું મેડિકલ સ્ટાફ દવાઓ ઉપલબ્ધ નથી આ ઉપરાંત ઓક્સિજન વેન્ટિલેટર અને બેડ ની અછત સતત પ્રવર્તી રહી છે આમ છતાં સરકાર સબ સલામતની આલબેલ પોકારે છે.

 


કોવિડની ગાઈડલાઈન મુજબ અંત્યેષ્ટિ આંકડા ...
અમદાવાદ 143
ગાંધીનગર 41
વડોદરા 57
સુરત 110
રાજકોટ 55
ભાવનગર 13
જામનગર 63
કુલ.541

 


સરકારના ચોપડે જાહેર મૃત્યુ
અમદાવાદ- 25
ગાંધીનગર -01
વડોદરા -07
સુરત -25
રાજકોટ-09
કુલ-81


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS